Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

બાલભવનમાં નવદુર્ગાના શરણે તિરંગો લહેરાવી રાષ્ટ્રભકિત વ્યકત

રાજકોટ : બાલભવન ખાતે બાળ ખેલૈયાઓ માટે ઓરકેસ્ટ્રાના સથવારે નવરાત્રી રાસોત્સવનું આયોજન કરાયુ છે. માનદ મંત્રી મનસુખભાઇ જોષી અને ટ્રસ્ટી ડો. અલ્પનાબેન ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ બાલભવન ઓફીસ સુપ્રિન્ટેન્ડેન્ટ કિરીટભાઇ વ્યાસ તથા બાલભવનની ટીમ દ્વારા જોકર ગ્રાઉન્ડમાં ઓરકેસ્ટ્રા સાઝ ઔર આવાઝના સથવારે યોજવામાં આવેલ આ રસોત્સવમાં ગાંધી જન્મ જયંતિ નિમિતે રાષ્ટ્ર ધ્વજ સાથે વંદે માતરમ કૃતિ રજુ કરવામાં આવેલ. બાળકો માટે ગાંધી ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી. રોજે રોજ ૪૦ જેટલા પ્રિન્સ - પ્રિન્સેસને ઇનામો આપી પુરસ્કૃત કરવામાં આવી રહ્યા છે. સાતમા નોરતે કમલેશભાઇ મીરાણી, દેવાંગભાઇ માંકડ, મયુરભાઇ શાહ, કલ્પેશભાઇ વ્યાસ, જયેશભાઇ ચૌહાણ, રવિભાઇ ગોગીયા, કિશોરભાઇ રાઠોડ, ડો. દક્ષાબેન જોષી, પુરષોતમભાઇ પીપળીયા સહીતના મહેમાનોએ માં જગદંબાની આરતીનો લ્હાવો લીધો હતો. નિર્ણાયક તરીકે નિશાબેન ત્રિવેદી, વૃંદાબેન પોપટ, જાગૃતિબેન બોરીચા, હરીતાબેન બરદાણા, સંધ્યાબેન જાદવ, ધારાબેન રાયચુરાએ સેવા આપી હતી. ગાંધી ચિત્ર સ્પર્ધાના બાળકોને મહેમાનોના હસ્તે સન્માનીત કરાયા હતા. સમગ્ર સંચાલન પલ્વીબેન વ્યાસે સંભાળ્યુ હતુ. 

(4:26 pm IST)