Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

ક્ષત્રીય સમાજ દ્વારા પરંપરાગત પોશાકમાં શોભાયાત્રા-શષાપૂજન

  રાજકોટઃ ક્ષત્રીય પર્વ વિજયાદશમી નિમિતે રાજકોટમાં ચંદ્રસિંહજી (ભાડવા) સ્‍ટડી સર્કલ દ્વારા યોજાયેલ શષા પુજન શોભાયાત્રામાં રાજકોટના ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજાની આગેવાની હેઠળ સમાજના અન્‍ય મહાનુભાવોની પ્રેરક ઉપસ્‍થિતિ વચ્‍ચે વિશાળ સંખ્‍યામાં ક્ષત્રિય સમાજના વડીલો, ભાઇઓ, યુવાનો પરંપરાગત રાજપુતી પોષાક  સાથે ઉમટી પડયા હતા હરભમજીરાજ ગરાસિયા છાત્રાલય ખાતેથી પેલેસ રોડ પર આશાપુરા મંદિર ખાતે પહોંચેલી શિસ્‍ત બધ્‍ધ શોભાયાત્રાએ સંસ્‍કારીતાની પણ ઝાંખી કરાવી હતી. મંદિરે પુજન અર્ચન બાદ શોભાયાત્રા રણજીત વિલાસ પેલેસ ખાતે પહોંચી હતી ત્‍યાં તલવારબાજી રાસ તથા અન્‍ય પુજન અર્ચનના કાર્યક્રમો શાષાોકત વિધિથી કરવામાં આવેલ હતા.ક્ષાત્ર પર્વના આ પ્રસંગે પેલેસ ખાતે શષાો, અશ્વ,કાર, ગાદી પુજનના કાર્યક્રમમાં રાજકોટ ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજાએ ઉપસ્‍થિતી ક્ષત્રીય સમાજને સંબોધિત કરતા જણાવ્‍યું હતું કે ક્ષત્રિય ‘શષા' અને ‘શાષા' ના સાધક છે. સંસ્‍કારિતાના પણ પર્યાયી અને આપણી પરંપરાગત એક આગવી ઓળખ પણ છે તેઓએ વિજયાદશમી પર્વનું અને એ પૂર્વેના નવરાત્રીના નવ દિવસનો  મર્મપણ સમજાવ્‍યો હતો. પેલેસ ખાતે વિજયાદશમી પર્વના પુજન અર્ચન બાદ હરભમજીરાજ ગરાસિયા છાત્રાલયના વિદ્યાર્થીઓ દ્વારા રજુ કરાયેલ તલવાર રાસે હાજર સૌ કોઇને મંત્ર મુગ્‍ધ કરી દીધા હતા. શષા પુજન શોભાયાત્રાના આ અવસરમાં ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજા સાથે સમાજના અગ્રણી પ્રવિણસિંહ જાડેજા, સોળિયા, હરિヘંદ્રસિંહ જાડેજા-માખાવાડ, પરબતસિંહ જાડેજા, જે.બી.જાડેજા-સુકી સાજડીયાળી, દિગ્‍વિજયસિંહ વાઘેલા-બકરાણા, અજીતસિંહ જાડેજા, ભુણાવા, સુરેન્‍દ્રસિંહ વાળા-દંડક-રાજકોટ મહાનગરપાલિકા, સંજયસિંહ રાણા, કોર્પોરેટર, દાનુભા જાડેજા-દોમડા, જયદેવસિંહ જાડેજા, લજાઇ, દૈવતસિંહ જાડેજા-ચાંદલી, નિતુભા વાઘેલા, ગાણોલ, પૃથ્‍વીસિંહ ઝાલા-રતનપર, બળદેવસિંહ ચુડાસમાં, વિરમદેવસિંહ ચુડાસમાં, દિગુભા ચુડાસમાં, દિલીપસિંહ જાડેજા, વેજાગામ, રાજદીપસિંહ જાડેજા, કાંગશીયાળી, પૃથ્‍વીસિંહ વાળા-ભાજપ અગ્રણી, કનકસિંહ જાડેજા, મહેન્‍દ્રસિંહ જાડેજા, સુરૂભા જાડેજા, ભેલા, ધર્મેન્‍દ્રસિંહ ઝાલા તથા ક્ષત્રીય સમાજના જાહેર ક્ષેત્ર તથા સંસ્‍થાના વિવિધ અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:10 pm IST)