Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

રાષ્‍ટ્રસેવિકા સમિતિ સ્‍થાપના દિવસની ઉજવણી બહેનો દ્વારા દંડ-નિયુધ્‍ધ-ઘોષની કરતબો

રાજકોટ : વિજયા દશમીના પર્વ સાથે વિશ્વના સૌથી મોટા સંગઠન ગણાતા રાષ્‍ટ્રસેવીકા સમિતિના સ્‍થાપના દિવસની ઉજવણી કરાઇ હતી. રાજકોટમાં બહેનો દ્વારા દંડ-નિયુધ્‍ધ (કરાટે)- ઘોષ (બેન્‍ડવાજા) સાથે પથસંચલન કરવામાં આવ્‍યુ હતુ. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ભારતીબેન ત્રિવેદી ટ્રસ્‍ટી ઓમ શ્રેય કર વિદ્યાલય ઉપસ્‍થિત રહેલ. તેઓએ હોમ યજ્ઞનું પર્યાવરણ શુધ્‍ધિકરણમાં શું મહત્‍વ છે તે અંગે છણાવટ કરેલ. મુખ્‍ય વકતા ડો. આરતીબેન ઓઝાએ રાષ્‍ટ્ર રક્ષા અને આપણે એ વિષય પર મનનીય પ્રવચન આપેલ. પરિવાર વ્‍યવસ્‍થા અંગે પણ તેમણે પ્રકાશ ફેંકયો હતો.

(4:09 pm IST)