Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

ગોપી રાસોત્‍સવમાં ગરબે રમતી ૬૦૦ બહેનોને કલાત્‍મક બાજોઠની લ્‍હાણીઃ વિજેતાઓને લખેણા ઈનામોનો વરસાદ

રાજકોટઃ સરગમ લેડીઝ કલબ  આયોજિત ગોપી રાસના મેગા ફાઈનલમાં રાત્રે સૂરજ ઉગ્‍યો હોય તેવો માહોલ સર્જાયો હતો. નવરાત્રીના નવ દિવસ દરમિયાન વિજેતા બનેલી બહેનો સરગમી કવીન થવા માટે થનગનતી હતી. ૬૦૦ બહેનોને તેજસભાઈ રાજુભાઈ રાજદેવ તરફથી કલાત્‍મક બાજોઠની લ્‍હાણી પણ કરવામાં આવી હતી.

મેગા ફાઈનલમાં બહેનોનું પરફોર્મન્‍સ જોઈને નિર્ણાયકો પણ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. અંતે ૨૨  બહેનોને પસંદ કરીને તેમને પણ લાખેણા ઇનામો આપવામાં આવ્‍યા હતા.આ મેગા ફાઈનલ નિહાળવા માટે અશોકભાઈ વૈષ્‍નાણી, રાજદીપસિંહ જાડેજા, શિવલાલભાઈ બારસીયા, રામદેવસિંહ ઝાલા, વિરન્‍દ્રસિંહ ઝાલા, પ્રતાપભાઈ પટેલ, તખુભા રાઠોડ, મનસુખભાઈ ધંધુકિયા, વલ્લભભાઇ ગોંડલિયા, કિશોરભાઈ કોટક, રમેશભાઈ જીવાણી, અરવિંદભાઈ શાહ, કિશોરભાઈ જીવાણી, કિરીટભાઈ જીવાણી, નીલુબેન મહેતા, સહિતના  ઉપસ્‍થિત રહ્યા હતા.

ઓરકેસ્‍ટ્રા મનસૂરભાઈ ત્રિવેદી પ્રસ્‍તુત મેલોડી મ્‍યુઝીકલ કલર્સ સાથે ગાયક કલાકારો  હેમંતભાઈ પંડ્‍યા (મુબઈ), સોનલબેન ગઢવી (રાજકોટ), નિલેશભાઈ પંડ્‍યા (રાજકોટ) ગુજરાતી તેમજ હિન્‍દી ફિલ્‍મ ગરબાઓની રમઝટ બોલાવી હતી.

નિર્ણાયક તરીકે નીલુબેન મહેતા, ડો. માલાબેન કુંડલીયા, ભાવનાબેન માવાણી, માયાબેન પટેલ સેવા આપેલ. સરગમ લેડીઝ કલબ આયોજિત ગોપીરાસ ને સફળ બનાવવા માટે સરગમ પરિવારના ચેરમેન શ્રી વજુભાઈ વાળા તેમજ સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, મૌલેશભાઈ પટેલ, ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, ડો.માલાબેન કુંડલિયા, અલ્‍કાબેન કામદાર, જસુમતીબેન વસાણી, ગીતાબેન હિરાણી, જયસુખભાઈ ડાભી, ભરતભાઈ સોંલકી, રાજેન્‍દ્રભાઈ શેઠ, કનૈયાલાલ ગજેરા, સુરેશભાઈ દેત્રોજાએ જહેમત ઉઠાવી હતી.

(3:57 pm IST)