Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

રાજકોટની ભાગોળે રવિવારથી ત્રણ દિવસીય કલા મેળો

ગુજરાત આર્ટ સોસાયટી અને વાન ફાર્મના સંયુકત ઉપક્રમે આર્ટ કેમ્‍પ એન્‍ડ ટોકઃ વિવિધ ક્ષેત્રા રર કલાકારો દ્વારા કલા નિરૂપણ અને ચર્ચાઃ રસ ધરાવતાઓને કલાકૃતિઓ નિહાળવા ખુલ્લુ આમંત્રણ

રાજકોટ તા.૬: આગામી તા.૯ થી ૧૧ ઓકટોબર સુધી ગુજરાત આર્ટ સોસાયટી તેમજ વાન ફાર્મના સંયુકત ઉપક્રમે આર્ટ કેમ્‍પ એન્‍ડ ટોકમાં રર જેટલા કલાકારો ભાગલેશે.

ગુજરાત આર્ટ સોસાયટી તેમજ વાન ફાર્મના સંયુકત ઉપક્રમે યોજાનાર આર્ટ કેમ્‍પ એન્‍ડ ટોકનું ઉદઘાટન તા.૯ના સવારે ૧૦ કલાકે રાખવામાં આવેલ. મુખ્‍ય મહેમાન તરીકે દેવાંગ પારેખ, પ્રિન્‍સીપાલ ઇન્‍દુભાઇ પારેખ, આર્કિટેકટ કાર્યશાળા રાજકોટ ઉપસ્‍થિત રહેશે.

રાજકોટથી તદન નજીક વાન ફાર્મ, ન્‍યારી ડેમ - કાલાવડ રોડ ખાતે આયોજીત આ કાર્યક્રમમાં ગુજરાત આર્ટ સોસાયટીની કોર કમિટીના સભ્‍યો શ્રી વૃંદાવન સોલંકી અધ્‍યક્ષ ગગજી મોણપરા, જામનગર, ઉમેશ કયાડા, રાજકોટ, ચંદ્રકાંત પ્રજાપતિ, સુરત, કૃષ્‍ણ પડીયા વડોદરા ગાયત્રી મહેતા  મુંબઇ મિલન દેસાઇ અમદાવાદ, નટુ ટંડેલ સુરત અજીત ભંડેરી સુરત અને કૈલાશ દેસાઇ અમદાવાદ સૌરાષ્‍ટ્ર ઝોનના જિલ્લા પ્રતિનિધિઓ હરદેવસિંહ જેઠવા પોરબંદર જે.પી.પડાયા, અમરેલી ક્રિષ્‍ના પોપલીયા, જુનાગઢ રાજેશ મુલીયા, થાનગઢ અને શૈલેષ ડાભી ભાવનગર ઉપરાંત રાજકોટ ચેપ્‍ટરના કમલેશ પારેખ (આમંત્રિત) વિરેશ દેસાઇ, સુરેશ રાવલ, મહેન્‍દ્ર પરમાર, નવનીત રાઠોડ, સજજાદ કપાસી અને ધર્મેન્‍દ્ર સાહની મળી  રર જેટલા કલાકારો કલા નિરૂપણ અને તેના પર ત્રણ દિવસ ચર્ચા કરવા આવી રહયા છે.

આ સમય દરમિયાન તેઓની કલાકૃતિઓનું પ્રદર્શન પણ યોજવામાં આવ્‍યું છે.

રાજકોટના કલારસિકોને સાંજના ૪ થી ૬ વાગ્‍યા સુધી કલા સાધનામાં રત કલાકારોને અને કલાકૃતિઓને નિહાળવા આમંત્રણ આપવામાં આવેલ છે. કલાકારો, કલા રસિકો આમંત્રિત કલાકારોનો વધુને વધુ લાભ ઉઠાવે તેવું સ્‍થાપિત અને આ કલાયજ્ઞના યજમાન કમલેશ પારેખ તેમજ સંસ્‍થાના સેક્રેટરી ઉમેશ કયાડાની સંયુકત યાદીમાં જણાવાયું છે.

(3:54 pm IST)