Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

વોર્ડનં.૧૮ના વેલનાથ સોસાયટીમાં ડામર કામનો પ્રારંભ

ખાતમુર્હુત : રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડનં.૧૮માં અંદાજે રૂપિયા ૨.૧૦ કરોડના ખર્ચે જડેશ્વર વેલનાથ સોસાયટીમાં ડામર રોડના કામનું ખાતમુર્હૂત રાજ્‍યના મંત્રી  અરવિંદભાઈ રૈયાણી, સંસદસભ્‍ય મોહનભાઈ કુંડારિયા તથા ધારાસભ્‍યશ્રી લાખાભાઈ સાગઠીયાના  હસ્‍તે  કરવામાં આવ્‍યું. આ પ્રસંગે વોર્ડનં.૧૮નાં કોર્પોરેટર સંજયસિંહ રાણા, સંદિપભાઈ ગાજીપરા, દક્ષાબેન વાઘેલા, ભારતીબેન પરસાણા, શૈલેષભાઈ બુસા, નિલેશભાઈ મુંગરા, વોર્ડના ભાજપ આગેવાનો દિનેશભાઈ લીંબાસીયા, નટુભાઈ વાઘેલા, અનિલભાઈ ડોંગા, ધર્મેશભાઈ કિહોર, હિમાંશુભાઈ રાજયગુરૂ, રસિકભાઈ ખુંટ, રાજુભાઈ ગઢવી, દિનેશભાઈ આહીર, દેવાયતભાઈ ડાંગર, હેમંતભાઈ કપુરીયા, દિનેશભાઈ કિડીયા તથા સ્‍થાનિક આગેવાનો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:48 pm IST)