Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

'કંકણ પ્રસ્તુત ર્માં આરતીના લઈએ ઓવારણા અંતર્ગત ૧૫૫૧ દિવા આહવાન સંગ શકિત આરાધનાનો કાલે ગરબા ઉત્સવ

ર્માં આરતીના લઈએ ઓવારણા કાર્યક્રમમાં ૧૦૦ દીકરીઓ - માતાઓ અને કલાકારો ગરબે ઘૂમશે, જે કંકણ કલાકારો તસ્વીરમાં દૃશ્યમાન છે.

સરગમ કલબ પ્રમુખ ગુણવંતભાઈ : ડેલાવાળાની કાર્યક્રમ સફળ બનાવવા અથાગ જહેમત

કાર્યક્રમ પ્રવેકાર્યક્રમ પ્રવેશ કાર્ડ વિતરણ આજે સાંજે ૮ કલાકે લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય, શાસ્ત્રી મેદાન સામેથી પ્રાપ્ત થશેશ કાર્ડ વિતરણ આજે સાંજે ૮ કલાકે લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય, શાસ્ત્રી મેદાન સામેથી પ્રાપ્ત થશે

સમગ્ર કાર્યક્રમને એચ.જે. સ્ટીલ રાજકોટ, ફિલ્ડ માર્શલ ઈન્ડસ્ટ્રી, ભવાની ઈન્ડસ્ટ્રી, રોલેકસ રીંગ્સનો અનન્ય સહયોગ

ડોરાજકોટ : આવતીકાલે તા. ૭મી ઓકટોબર, શુક્રવારે રાત્રીના ૮:૪૫ કલાકે, હેમુ ગઢવી હોલ ખાતે આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત રાજકોટ, ગુજરાત, ભારતનું ગૌરવ, કંકણ ઈન્ટરનેશનલ ગરબા ગ્રુપ, ગુજરાતની ગરીમાસમા ગરબા - રાસ - ગરબી - રાસડાની ર્માં જગદંબાના ચરણોમાં પ્રસ્તુતિ કરનાર છે. શકિત આરાધનાના આ કાર્યક્રમમાં 'ર્માં આરતીના લઈએ ઓવારણા' અંતર્ગત જગત જનની જગદંબાના ઓવારણા લેવા અને ગરબા યાત્રામાં સહભાગી થવા ગરબા પ્રેમી શકિત આરાધકોને આમંત્રણ અપાયુ છે.

કંકણ સંચાલિકા ટ્વિંકલ ઘનશ્યામ જાગાણી, સંસ્થાપિકા નૃત્ય નિર્દેશીકા સુશ્રી સોનલ હંસદેવજી સાગઠીયા, ટ્રસ્ટી શ્રી સુશ્રી સ્મિત ઠકરાર, શ્રીમતી શિલ્પા નિલેશ ભોજાણી તેમજ સહનૃત્ય નિર્દેશકો ઝલક મિહીર છાંયા, યેશા કીકાણી, હિરલ લોટીયા, સ્તુતિ પંડ્યા અને મૈત્રી તન્મય માંકડના કલ્પન અને સંકલિત કાર્યક્રમ માણવા વહેલા તે પહેલાના ધોરણે મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ ભવન, રાજકોટ, લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય, શાસ્ત્રી મેદાન સામે, લીમડા ચોક ખાતેથી આજે સાંજે ૮ વાગ્યાથી કાર્યક્રમના આમંત્રણ પ્રવેશ કાર્ડ લઈ જવા જણાવાયુ છે.

 

૩૬ પ્રકારના ગરબા - ગરબી - રાસ - રાસડાઓની વૈવિધ્યસભર અદ્દભૂત રસલ્હાણ થશે

કંકણ પ્રસ્તુતિ : દુર્ગા ચાલીસા, ત્રિશુલ તાંડવ, લાસ્ય ગરબો, ઘંટારવ, નવવાટી દીવી, દિવા જાગ, ચિરમી ગરબો, સૂપડુ - સાંબેલા રાસડો, ર્માંનો થાળી ગરબો, સપાખરૃ આરતી, પ્રાચીન - અર્વાચીન - પ્રયોગાત્મક શાસ્ત્રીય ફયુઝન ગરબો, ગરબી - રાસ - રાસડા - કરતાલ - સુફી રાસડો - મંજીરા ગરબો - વિંજણા રાસ - બેડા રાસ - મટુકી ઘડૂલીયો - માંડવડી જવેરા - ગરબા ગરબો, ર્માં નો ઘોડો - હુડો - હમચી - ટિટોડો - ટિપ્પણી - રૃમાલ રાસ - તલવાર રાસ - દાંડીયા રાસ - નવદુર્ગા ભાવ જેવા શાસ્ત્રોકત શુદ્ધ ગરબા રાસડાનો નાવિન્યસભર સમન્વય

વજુભાઈ વાળાના હસ્તે દિપપ્રાગટ્ય

અતિથિ સ્થાને રાજકોટ કલેકટર અરૃણ મહેશ બાબુ, સરગમ કલબ પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, કેળવણીકાર કિરણભાઈ પટેલ, ગેલેકસી ગ્રુપ કેળવણીકાર ડો.અલ્પના ત્રિવેદી, ટ્રસ્ટી મહાત્મા ગાંધી ચેરી. ટ્રસ્ટ રાજકોટ, ઉદ્યોગપતિ અરવિંદભાઈ પટેલ, ફિલ્ડ માર્શલ ગ્રુપ, ઉદ્યોગપતિ મનેષભાઈ માદેકા, રોલેકસ રીંગ ગ્રુપ, ઉદ્યોગપતિ સુરેશભાઈ નંદવાણા, ભવાની ઈન્ડસ્ટ્રીઝ રાજકોટ તેમજ એચ.જે. સ્ટીલ ઈન્ડસ્ટ્રીઝના વાઈસ પ્રેસીડેન્ટ ભરતભાઈ દોશી અને જનરલ મેનેજર એસ.એન. રાજપરા અતિથિ વિશેષ સ્થાન શોભાવશે

(3:48 pm IST)