Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

જયરામ પાર્કમાં રમતા રમતા પાણીના ટાંકામાં પડી જતા ૩ વર્ષની ક્રિશાનું મોત

પરિવારજનો તપાસ કરતા બાળકી પાણી ભરેલા ટાંકામાંથી મળી

રાજકોટ,તા. ૬ : કોઠારિયા રોડ પર જયરામ પાર્કમાં ઘરના ફળિયામાં રમતા રમતા પાણીના ટાંકામાં પડી જતા ત્રણ વર્ષની બાળકીનું મોત નિપજ્‍યુ હતું.

મળતી વિગત મુજબ જયરામ પાર્ક શેરી નં. ૨માં રહેતા ભરતભાઇ ચાવડાની ત્રણ વર્ષની પુત્રી ક્રિશા પોતાના ઘરના ફળીયામાં રમતી હતી ત્‍યારે રમતા રમતા પાણી ભરેલા ભોં ટાંકા પડી ગઇ હતી. દીકરી ફળિયામાં જોવા ન મળતા તેની માતા સહિતના પરિવારજનોએ તે શોધખોળ આદીર હતી તપાસ દરમ્‍યાન બાળકી પાણીના ટાંકામાં જોવા મળતા તેને તાકીદે બહાર કાઢી તાકીદે ૧૦૮માં જાણ કરતા ૧૦૮ના ઇએમટી રાજીબેને બાળકીનું મૃત્‍યુ નિપજ્‍યુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા આજીડેમ પોલીસ મથકના હેડ કોન્‍સ. એમ.ડી. પરમારે કાર્યવાહી કરી હતી મૃતક ક્રિશા બે બહેનમાં મોટી હતી તેના પિતા મજુરી કામ કરે છે. બાળકીના મૃત્‍યુથી પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે.

(3:47 pm IST)