Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

નરેન્‍દ્રભાઈ મોદીની યશોગાથા ભારતને મહાસત્તા બનાવી વિશ્વ કલ્‍યાણના શ્રેષ્‍ઠ અધ્‍યાય રચે તેવી શુભેચ્‍છાઃ રાજુભાઈ ધ્રુવ

ગુજરાતનાં મુખ્‍યમંત્રીથી શરૂ થઈ દેશના વડાપ્રધાનની બંધારણીય જવાબદારીની ૨૨મી વર્ષગાંઠ નિમિત્તે મંગલમય શુભેચ્‍છા

રાજકોટઃ ગુજરાતનાં પનોતા પુત્ર, કરોડો ભારતીયોના ‘લોકનાયક', પ્રધાનસેવક શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ ગુજરાતનાં મુખ્‍યમંત્રી તરીકેના સુકાન સંભાળ્‍યા થી શરૂ થઈ દેશ ના લોકપ્રિય વડાપ્રધાન અને વિશ્વ ના સર્વાધિક લોકપ્રિયનેતા પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદી ની સંસદીય બંધારણીય જવાબદારીની ૨૨મી વર્ષગાંઠ નિમિત્તે સમગ્ર ગુજરાતી જનસમુદાય સહિત દેશવાસીઓ વરસી રહી છે.

ગુજરાતનાં રાજકારણમાં વિકાસની વિચારધારા સાથે મુખ્‍યમંત્રી તરીકે શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ તા.૭ ઓક્‍ટોબર ૨૦૦૧ના દિવસે ગુજરાતનું સુકાન સંભાળ્‍યાની ૨૨મી વર્ષગાંઠ નિમિત્તે તેમની વણથંભી વિકાસ ગાથા વિશ્વ કલ્‍યાણના અધ્‍યાય લખે તેવી શુભેચ્‍છા પાઠવતા શ્રી રાજુભાઈ ધ્રુવ તેમના વિશેષ વ્‍યક્‍તિત્‍વ અને કાર્યશૈલીનો અદ્વિતીય અનુભવ વ્‍યક્‍ત કરે છે.

ગુજરાતનાં વિકાસની ગાથા તો શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના સંગઠનના પ્રયાસોના સમયથી જ લખાઈ રહી હતી. ત્‍યારબાદ મુખ્‍યમંત્રી તરીકે વિકાસની વિચારધારા સાથે શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ તેમના દૂરંદેશી નિર્ણયો, કલ્‍યાણકારી યોજનાઓ તેમજ છેવાડાના માનવીના હિતને લક્ષ્યમાં રાખીને ગુજરાતને મોડલ સ્‍ટેટ તરીકે વિકસાવ્‍યું. શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના ગુજરાતનાં મુખ્‍યમંત્રી તરીકેના ૨૦૧૪ સુધી એટલે કે ૧૩ વર્ષ ઉપરાંતના સમય ન પ્રચંડ પુરૂસાર્થ સાથે પ્રગતિ-વિકાસ ના  યજ્ઞકાર્ય દરમિયાન જ્‍યોતિગ્રામ, કળષિ મહોત્‍સવ, શાળા પ્રવેશોત્‍સવ, નર્મદા (સૌની) યોજના, વાઇબ્રન્‍ટ ગુજરાત ગ્‍લોબલ સમિટ, સાગર ખેડુ, ગરીબ કલ્‍યાણ મેળા સહિતની અનેક કલ્‍યાણકારી યોજનાઓને લોકોએ આવકારી જેના સકારાત્‍મક તેમજ વિકાસાત્‍મક પરિણામો આજે પણ ગુજરાતની જનતાને મળી રહ્યા છે.

શ્રી રાજુભાઈ ધ્રુવ જણાવે છે કે, શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૧૪માં જ્‍યારે પહેલી વખત ભારતના વડાપ્રધાન પદના શપથ લીધા,ત્‍યારથી પ્રધાનમંત્રી તરીકે શ્રી નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા સ્‍વચ્‍છ ભારત અભિયાન, આવાસ નિર્માણ તેમજ શૌચાલય નિર્માણ, ગરીબોના જન-ધન બેન્‍ક ખાતા યોજના થકી ભારતના જીર્ણોદ્ધારની શરૂઆત થઈ. સાથો-સાથ દેશમાં મેક-ઇન-ઈન્‍ડિયા, ડિજિટલ ઈન્‍ડિયા, હેકેથોન વગેરે પ્રયાસો દેશના વિકાસની નવી પરિભાષા તૈયાર કરી રહ્યા હતા. મોદી સરકારની કાર્યશૈલી અને તેમની વિકાસની રાજનીતિમાં વિશ્વાસ વ્‍યક્‍ત કરતાં વર્ષ ૨૦૧૯માં કરોડો ભારતીયોએ પ્રચંડ બહુમતીથી તેઓને ફરી ભારતના સુકાની તરીકે ચૂંટી કાઢયા.

ત્‍યારબાદ અભૂતપૂર્વ મક્કમતા દાખવીને જમ્‍મુ-કાશ્‍મીરમાંથી કલમ-૩૭૦ હટાવીને રાજ્‍ય વિભાજનનું સૌથી જટિલ કાર્ય પણ સંપન્ન થયું. આ અરસામાં અયોધ્‍યા ખાતે રાષ્‍ટ્ર-દેશવાસીઓના આરાધ્‍ય, સનાતન સંસ્‍કળતિના વાહક ભગવાન શ્રી રામ જન્‍મભૂમિ અંગેનો ચુકાદો પણ સુપ્રીમ કોર્ટે આપ્‍યો. દરેક કપરી પરિસ્‍થિતિનું સફળ ટીમવર્ક દ્વારા સમાધાન લાવવાની અદમ્‍ય ઇચ્‍છાશક્‍તિ ‘મોદી સરકાર'માં હંમેશા જોવા મળી છે. વૈશ્વિક કોરોના મહામારીના તબકકામાં દેશ જ્‍યારે અત્‍યંત કઠિન મુશ્‍કેલીઓમાંથી પસાર થઈ રહ્યો હતો ત્‍યારથી આજ દિન સુધી પ્રધાનમંત્રી અન્‍ન યોજના દ્વારા ૮૦ કરોડ ગરીબ લોકોને મફત અનાજ મળી રહ્યું છે. કોરોના વેક્‍સિનના વિશ્વના સર્વાધિક એટલકે ૨૦૦ કરોડ ડોઝ રસીકરણ અભિયાનમાં ભારતીયોને મફતમાં આપવા જેટલું દ્રઢ મનોબળ વિશ્વની કોઈ સરકાર દાખવી શકી નથી. ડિજિટલ ઈન્‍ડિયા, મેક ઇન ઈન્‍ડિયા, આત્‍મનિર્ભર ભારત સહિતના અભિયાન આજે ડામાડોળ વૈશ્વિક અર્થવ્‍યવસ્‍થા વચ્‍ચે પણ ભારતને અડીખમ રાખી રહ્યા છે. દેશના આર્થિક પુનઃસ્‍થાપન સાથો-સાથ ત્રણ તલ્લાક કાયદો રદ્દ, નવી શિક્ષા નીતિ, આયુષ મંત્રાલય, સ્‍ટેચ્‍યૂ ઓફ યુનિટી જેવા પ્રયાસો દ્વારા ભારતના સામાજિક અને સાંસ્‍કળતિક જીર્ણોદ્ધારનો મનોરથ પ્રધાનસેવક શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની સરકારે જ સફળ કર્યો છે. તેમ યાદીના અંતમાં જણાવાયું છે.

(2:03 pm IST)