Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

ગોંડલના મોવૈયામાં દારૂ પી પત્‍નિ સાથે ઝઘડયા બાદ પતિએ ઝેર પીધું

મુળ એમપીનો બાબુસિંગ ગંભીર હાલતમાં સારવાર હેઠળ

રાજકોટ તા. ૬: ગોંડલના મોવૈયામાં ધીરૂભાઇ ભાલાળાની વાડીમાં રહી મજૂરી કરતાં મુળ મધ્‍યપ્રદેશના બાબુસિંગ લીમસિંગ દેવકા (ઉ.વ.૪૦)એ ઝેરી દવા પી લેતાં ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો છે. તેને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે.

પત્‍નિ હુરબાઇએ જણાવ્‍યું હતું કે પતિ સાંજે દારૂ પી ગયો હતો અને બાદમાં વાડીના રૂમે આવી પોતે રોટલા ઘડતી હતી ત્‍યારે લાકડુ ઉપાડી મારવા દોડી ઝઘડો કર્યો હતો. ઠપકો આપતાં તે ઝેરી દવા પી ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂ અને તોૈફિકભાઇ જુણાચે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી.

(11:59 am IST)