Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

હાસ્‍યની પારસમણીનું આયોજનઃ પારસ પાંધી મનોરંજન સાથે સંસ્‍કૃતી અને સાહિત્‍યની માર્મિક વાતો કરશે

હાર્લી ઇવેન્‍ટ દ્વારા તા.૧૪ ના રોજ હેમુ ગઢવી હોલ ખાતે

રાજકોટ, તા., ૬ : હાર્લી ઇવેન્‍ટ દ્વારા  મોટીવેશનલ સ્‍પીકર પારસ પાંધીના કાર્યક્રમ હાસ્‍યની પારસમણીનું તા.૧૪ના રોજ હેમુ ગઢવી હોલ ખાતે રાત્રે ૯ વાગ્‍યે આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં શહેરની રંગીલી જનતા મનોરંજન સાથે સંસ્‍કૃતી અને સાહિત્‍યની માર્મીક વાતો માણી શકશે.

આ કાર્યક્રમનો હેતુ યુવાઓ, મહિલાઓ વડીલો બધા જ ને ધ્‍યાનમાં રાખીને મનોરંજનની સાથે સાથે વિચારોને સાચી દિશામાં વાળવાનો નાનકડો પ્રયાસ ભાગદોડ ભરેલી જીંદગીમાં આપણે જયારે હસવાનું ભુલતા જઇએ છીએ. હળવા રહેવાનું ભુલતા જઇએ છીએ ત્‍યારે એવા એક માધ્‍યમની જરૂર હોય છે જે આપણને હળવા બનાવે હસતા રાખે અને સાથે પ્રેરણાદાયક અને સાચી અને સારી દિશામાં વિચાર કરતા કરે એ જ કારણે અ કાર્યક્રમનું આયોજન કરેલ છે.

પારસ પાંધી સુરતના વતની છે અને ધર્મનંદન કન્‍સ્‍ટ્રકશન સાથે જોડાયેલા છે. તેઓએ ભુજ, જામનગર, હૈદરાબાદ, રાજકોટ જેવા વિવિધ શહેરોમાં કાર્યક્રમ કરેલ છે. વિદ્યાર્થીઓ, કર્મચારીઓ માટેના ખાસ મોટીવેશનલ સેમીનાર, ડાયરો વગેરે જેવા કાર્યક્રમ કરે છે.

કાર્યક્રમના આયોજક હાર્લી ઇવેન્‍ટ બાય હાર્દિક જોશી અને અંજલી જોશી છે. જેમાં હાર્દીક જોશી ડી.જે.અને સાઉન્‍ડ ઓર્ગેનાઇઝર છે. વધુ માહીતી માટે મો. ૯૯૯૮૮ ૩પ૪૦૦ તથા ૮૩ર૦૪ ૦ર૯૦૩ ઉપર સંપર્ક કરી શકાશે.

(11:34 am IST)