Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

કાલે અકિલા ‘બેસ્‍ટ ઓફ ધ બેસ્‍ટ'નો મહાજંગ

શિતલ પાર્ક ચોકમાં સોનમ ગરબાના ગ્રાઉન્‍ડમાં શ્રેષ્‍ઠત્તમ ખેલૈયાઓ કૌવત દેખાડશે

રાજકોટ :  કોરોના કાળના બે વર્ષ સુધી નવરાત્રી સહિતના ઉત્‍સવોથી દૂર રહેલા લોકો આ વર્ષે મનભરીની નવરાત્રી ઉત્‍સવની ઉજવણી કરી રહ્યા છે. રાજકોટમાં સતત પંદર વર્ષથી અકિલા ‘બેસ્‍ટ ઓફ ધ બેસ્‍ટ' રાસોત્‍સવનું આયોજન કરનારા આયોજકો પણ આ વખતે ખેલૈયાઓને મોજ કરવા મેદાને આવી ગયા છે. સતત પંદર વર્ષથી રાજકોટમાં બેસ્‍ટ ઓફ ધ બેસ્‍ટ રાસોત્‍સવ યોજાય છે. પ્રેસ ફોટોગ્રાફર અશોક બગથરીયા, ધર્મેન્‍દ્રસિંહ ઝાલા અને તેમની સમગ્ર ટીમ દ્વારા આ વર્ષે ૧૫૦ ફુટ રીંગ રોડ પર શિતલ પાર્ક ચોક, સોનમ ગરબા ગ્રાઉન્‍ડ ખાતે તા. ૬/૧૦ના રોજ ગુરૂવારે સાંજે ૭ થી ૧૦:૩૦ સુધી ભવ્‍ય રાસોત્‍સવ યોજાશે. જેમાં શહેરના તમામ અર્વાચીન રાસોત્‍સવના વિજેતા-ચુનંદા ખેલૈયાઓ વચ્‍ચે ‘બેસ્‍ટ ઓફ ધ બેસ્‍ટ'નો ખરાખરીનો જંગ જામશે.

અકિલા બેસ્‍ટ ઓફ ધ બેસ્‍ટ રાસોત્‍સવમાં ઓરકેસ્‍ટ્રા ટીમમાં જીલ એન્‍ટરટેઇનમેન્‍ટ એન્‍ડ મિડીયાના નેજા તળે ગાયકો વિશાલ પંચાલ, અશ્વિની મહેતા સહિતના રંગ જમાવશે. જ્‍યારે ઋષી દવે અને તેની સાથે આકાંક્ષા ગોંડલીયા એન્‍કરીંગની જવાબદારી નિભાવશે. આ સમગ્ર રાસોત્‍સવનું ‘અકિલા ન્‍યુઝ ડોટ કોમ'ના ફેસબૂક પેઇજ અને ડેન આરસીસી કેબલ નેટવર્ક (ચેનલ નં. ૫૯૬) ઉપર જીવંત પ્રસારણ થશે. જેથી દરેક લોકો ઘરે બેઠા અને મોબાઇલ ફોન મારફત દુનીયાના કોઇપણ છેડે બેઠા બેઠા આ રાસોત્‍સવની મોજ માણી શકશે.

અકિલા બેસ્‍ટ ઓફ ધ બેસ્‍ટ રાસોત્‍સવની એક ખાસીયત લાખેણા ઇનામો પણ છે. એક જ દિવસ માટેના આ રાસોત્‍સવમાં ચુનંદા ખેલૈયાઓ વચ્‍ચેના આ રાસોત્‍સવમાં વિજેતાઓને બાઇક, એલઇડી, ફ્રિઝ, વોશીંગ મશીન સહિતના ઇનામોથી નવાજવામાં  આવે છે. આ વર્ષે બેસ્‍ટ ઓફ ધ બેસ્‍ટ રાસોત્‍સવ દશેરાના બીજા દિવસે એટલે કે તા. ૬ના રોજ શિતલ પાર્ક ચોક, ૧૫૦ ફુટ રીંગ રોડ સોનલ ગરબા ગ્રાઉન્‍ડ ખાતે યોજાશે. જેમાં જૈન વિઝનના મિલન કોઠારી-સોનમ ગરબા ગ્રાઉન્‍ડનો ખાસ સહયોગ સાંપડયો છે.

રાસોત્‍સવનું ઉદ્દઘાટન પ્રસંગે પુર્વ મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તેમજ વિજયભાઇ રૂપાણી (માજી મુખ્‍યમંત્રી), ડો. પ્રદિપ ડવ (મેયરશ્રી રાજકોટ), અરૂણ મહેશ બાબુ (કલેકટર), અમિત અરોરા (કમિશનરશ્રી રાજકોટ મ્‍યુ. કોર્પોરેશન), રાજુ ભાર્ગવ (પોલીસ કમીશનરશ્રી રાજકોટ શહેર), ખુરશીદ અહેમદ (જોઇન્‍ટ પોલીસ કમીશનરશ્રી રાજકોટ શહેર), મનોહરસિંહ જાડેજા (પોલીસ એસ.પી. સોમનાથ - ગીર), મૌલેશભાઇ ઉકાણી (બાનલેબ પ્રા.લી.), ડો. પાર્થરાજસિંહ ગોહેલ (ડીસીપી ક્રાઇમ બ્રાંચ રાજકોટ શહેર), સુધીરકુમાર દેસાઇ (ડીસીપી જોન-૨ રાજકોટ શહેર), નીતિનભાઇ ભારદ્વાજ (માજી સ્‍ટેન્‍ડીંગ ચેરમેન - ભાજપ અગ્રણી), ભુપતભાઇ બોદર (રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભાજપ), પુષ્‍કર પટેલ (સ્‍ટેન્‍ડીંગ કમિટિ ચેરમેન આર.એમ.સી.), નીતિનભાઇ નથવાણી (સીટી ન્‍યુઝ ચેનલ-રાજકોટ) તથા મુખ્‍ય અતિથિ ધનસુખભાઇ ભંડેરી (માજી ચેરમેન ગુ. ફાઇનાન્‍સ બોર્ડ), કમલેશભાઇ મિરાણી (રાજકોટ શહેર ભાજપ પ્રમુખ), ઇન્‍દ્રનીલભાઇ રાજયગુરૂ (રાષ્‍ટ્રીય જનરલ જોઇન્‍ટ સેક્રેટરી - આપ), નરેન્‍દ્રભાઇ સોલંકી (ઓબીસી આગેવાન સૌરાષ્‍ટ્ર), રાજદિપસિંહ જાડેજા (યુવા દાનવીર - રીબડા), યોગેશભાઇ પુજારા (પુજારા ટેલીકોમ), અનિલભાઇ રાઠોડ (પૂર્વ કોર્પોરેટર વોર્ડ નં. ૫ ભાજપ), બાલાભાઇ પટેલ (માધવ એન્‍ટરપ્રાઇઝ - રાજકોટ), દિપકસિંહ જાડેજા (ખરેડી સરપંચ), દિપક વી. કોઠીયા (ખરેડી - ઉદ્યોગપતિ), રાકેશભાઇ પોપટ આર.ડી.ગ્રુપ - રાજકોટ, ઉદયભાઇ કાનગડ (પ્રમુખ પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચા), હેમરાજભાઇ પાડલીયા (રૂષીવંશી સમાજ સ્‍થાપક), અનિલભાઇ દેસાઇ (સહકન્‍વીનર ગુજરાત લીગલ સેલ ભાજપ), કમલેશભાઇ શાહ (જાણીતા ધારાશાષાી), વિભાશભાઇ શેઠ (જાણીતા બિલ્‍ડર), સુજીતભાઇ ઉદાણી (જૈન અગ્રણી) તેમજ અતિથિ વિશેષ તરીકે ભાનુબેન બાબરીયા (માજી ધારાસભ્‍ય), મહેશભાઇ ચૌહાણ (હરિવંદના કોલેજ - રાજકોટ), ગુણવંતભાઇ ડેલાવાળા (પ્રમુખશ્રી સરગમ કલબ), વિનુભાઇ ધવા (શાસક પક્ષ નેતા આરએમસી), સુરેન્‍દ્રસિંહ વાળા (દંડકશ્રી આરએમસી), જયેશભાઇ ઉપાધ્‍યાય (બોલબાલા ચેરીટેબલ ટ્રસ્‍ટ), પરેશભાઇ ગજેરા (પ્રમુખ રાજકોટ બિલ્‍ડર એસોસીએશન), હસમુખભાઇ એન. ભગદેવ (જલારામ ટ્રાન્‍સપોર્ટ કંપની - રાજકોટ), ડી.કે.સખીયા (પૂર્વ રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ), ઘોઘુભા જાડેજા (રાજકોટ તાલુકા પંચાયત માજી પ્રમુખ), ખોડુભા જાડેજા (ઘંટેશ્વર પાર્ક, જામનગર રોડ, રાજકોટ), ભાવેશભાઇ પટેલ (પટેલ ટીમ્‍બર ગ્રુપ), દિવ્‍યેશભાઇ રાજદેવ (રઘુવંશી ગ્રુપ અગ્રણી), રાકેશભાઇ રાજદેવ (ભાજપ અગ્રણી -મોર્ડન ગ્રુપ), દિનેશભાઇ ચોવટિયા (સામાજીક અગ્રણી), ગાયત્રીબા વાઘેલા (ઉપપ્રમુખશ્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ), નાગદાનભાઇ ચાવડા (માજી જિલ્લા ભાજપ પ્રમુખ - રાજકોટ), યુસુફભાઇ માંકડા (જોહર કાર્ડસવાળા), મહેશભાઇ રાજપૂત (મહામંત્રીશ્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ) કલેક્‍ટર તંત્ર, પોલીસ તંત્ર, મ્‍યુનિસિપલ કોર્પોરેશન તંત્રના ઉચ્‍ચ અધિકારીઓ, આમંત્રીતો તેમજ રાજકીય ક્ષેત્રના ધુરંધરો, આગેવાનો તેમજ અન્‍ય ક્ષેત્રના આગેવાનો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી બેસ્‍ટ ઓફ ધ બેસ્‍ટ રાસોત્‍સવના ખેલૈયાઓનો ઉત્‍સાહ વધારશે.

 આ સમગ્ર આયોજનને સફળ બનાવવા સર્વેશ્રી અશોક બગથરીયા (અકિલા પ્રેસ ફોટોગ્રાફર, પ્રમુખ-રાજકોટ પ્રેસ ફોટોગ્રાફર એન્‍ડ ઇલેક્‍ટ્રોનિક કેમેરામેન એસોસિએશન), ધર્મેન્‍દ્રસિંહ ઝાલા (પિન્‍ટુભાઇ) (પ્રમુખ સહકાર ગ્રુપ, પ્રમુખ હિન્‍દુ સેના), અશોકભાઇ પટેલ (મોટા મવા-થન્‍ડર સ્‍પોર્ટ ઝોન એન્‍ડ કાર્ડિયાક બાઇક), આશિષભાઇ વાગડીયા (મધુવન ક્‍લબ, પુર્વ કોર્પોરેટર), ભુપતભાઇ બસીયા (ભાજપ અગ્રણી વોર્ડ-૧૨), મિલનભાઇ કોઠારી (ચેરમેન, સાંસ્‍કૃતિક સેલ ભાજપ), જગદીશભાઇ પટેલ (શિવશક્‍તિ ડેરી), જયેશભાઇ સોરઠીયા (શૈલેષ ગ્રુપ-મવડી), દિપેન તન્‍ના (યુવા રિપોર્ટર), રોહિત પટેલ-ચરખડી (ગુણાતીત પ્રોસેસીંગ), પારસભાઇ રાઠોડ (કે. ડી. કન્‍સ્‍ટ્રક્‍શન), જય ખારા (જૈન યુવા અગ્રણી), સુખદેવસિંહ ઝાલા (બલદેવ ગ્રુપ), જીતુ રાઠોડ (હર્ષ કન્‍સ્‍ટ્રક્‍શન), પારસ સંઘાણી (શેર પોઇન્‍ટ એમ પાવર), સુરૂભા જાડેજા-રાવકી (જય ઓટો એડવાઇઝર્સ), જય બોરીચા (યુવ ભાજપ પ્રમુખ વોર્ડ-૧૩), કિશન સખીયા (એડવોકેટ), બાલાભાઇ વાજા (ક્‍લાસીક ફાયનાન્‍સ), સંદિપ બગથરીયા (રાધે એન્‍ટરપ્રાઇઝ), યોગેશ બગથરીયા (બિલ્‍ડર), પ્રશાંત ગોંડલીયા (યુવા આગેવાન), નિરવ વાઘેલા (રામનાથ જ્‍વેલર્સ), ધવલ પરમાર (ધવલ સ્‍ટુડિયો) અને સંદિપ બગથરીયા (અકિલા પ્રેસ ફોટોગ્રાફર) જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:24 pm IST)