Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

રાજકોટની પરિણિતાને ત્રાસ આપતા વડોદરા સ્‍થિત સાસરીયાઓ સામે કોર્ટમાં ફરિયાદ

રાજકોટ,તા. ૫ : રાજકોટ નિવાસી પરણિતાને સગીર પુત્રી સાથે વડોદરા મુકામે પતિ તથા સાસરીયાઓ દ્વારા શારીરીક-માનસીક ત્રાસ આપવામાં આવતા પતિ તથા અન્‍ય સાસરીયાઓ વિરૂધ્‍ધ ડોમેસ્‍ટીક વાયોલન્‍સ એકટ મુજબ ફરીયાદ કરતા કોર્ટે  સાસરીયા વિરૂધ્‍ધ નોટીસ કાઢેલ છે.

આ અંગેની વિગત એવી છે કે ફરિયાદી મીનાલીબેનના વડોદરા નિકુંજભાઇ રાઠોડ સાથે લગ્ન થયા હતા. ત્‍યારબાદ તેણીનોસ્ત્રીધન કરીયાવર પચાવી અત્‍યાચાર કરતા પતિ અને સાસરીયા વિરૂધ્‍ધ ફરિયાદ કરેલ છે.

ત્‍યારબાદ સગીર પુત્રીને તેડવા અંગે પતિએ કોઇ તૈયારી ન બતાવવા પત્‍ની મીતાલીબેને પતિ નીકુંજભાઇ સા/ઓ પીયુષભાઇ રાઠોડ, સસરા પીયુષભાઇ હરજીવનભાઇ રાઠોડ, સાસુ જયશ્રીબેન વિજયભાઇ રાઠોડ, કાકાજી આશીકભાઇ હરજીવનભાઇ રાઠોડ તથા કાકીજી પલ્લવીબેન આશીકભાઇ રાઠોડ, વિરૂધ્‍ધ ઉપરકોત હકીકતો વાળી અરજી ડોમેસ્‍ટીક વાયોલન્‍સ એકટ મુજબ કરતા પત્‍ની મીતાલીબેનનો પ્રોટેકશન ઓફીસર દ્વારા રીપોર્ટ ભરવામાં આવતા પત્‍નીની તરફેણમાં રીપોર્ટ આવેલ જે હકીકત ધ્‍યાને લઇ ચીફ જ્‍યુડી. મેજી.એ તમામ સાસરીયાઓ વિરૂધ્‍ધ નોટીસ ઇસ્‍યુ કરી તાત્‍કાલીક હાજર થવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં અરજદાર તરફે રાજકોટના સીનીયર એડવોકેટ મહેશ સી.ત્રિવેદી, કિરીટ સાયમન, ધર્મેન્‍દ્ર જરીયા, કિશન જોષી, ઘનશ્‍યામ અકબરી, હર્ષ આર.ઘીયા, હર્ષ એમ.ત્રિવેદી રોકાયેલા હતા. 

(10:23 am IST)