Gujarati News

Gujarati News

News of Sunday, 6th October 2019

રાજકોટમાં ગ્રાન્ટેડ શાળાના ર૧ ફાજલ શિક્ષકોએ સ્થળ પસંદગી કરી

માધ્યમિકના-૧૭ તથા ઉ.માધ્યમિકના ૦૪ નો સમાવેશ

રાજકોટઃ  રાજકોટ શહેર જિલ્લાની વિવિધ ગ્રાન્ટેડ શાળાઓમાં વર્ગ બંધ થતા ફાજલ થયેલ શિક્ષકોને સમાવવા માટેનો કેમ્પ જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાયના માર્ગદર્શનમાં  કરણસિંહજી હાઇસ્કુલમાં યોજાયો હતો.

આ કેમ્પમાં ૭ર શિક્ષકો પૈકી ર૧ શિક્ષકોએ તેઓના વિષયને અનુરૂપ રહેલીી ખાલી જગ્યાની પસંદગી કરી હતી.તેઓએ શાળાની સંમતિ આપી હતી જેમા ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજીક વિજ્ઞાન તથા ઉચ્ચતર માધ્યમિકમાં સમાજશાસ્ત્ર, સંસ્કૃત, ગુજરાતીનો સમાવેશ થતો હતો.

રાજકોટ જિલ્લાની ગ્રાન્ટેડ માધ્યમિક શાળાના ૬૪ શિક્ષકો ફાજલ જાહેર થયા હતા. તેની સામે ૩૭ ખાલી જગ્યા હતી તે પૈકી ૧૭ જગ્યા વિષયને અનુરુપ ફાજલ શિક્ષકોએ પસંદગી કરી હતી.

તે જ રીતે ઉચ્ચતર માધ્યમિકમાં ફાજલ થયેલા ૮ શિક્ષકો પૈકી ૪ શિક્ષકોને  શાળાઓને વિષય અનુરૂપ ખાલી જગ્યામાં સમાવેશ કરાયો હતો. આ તમામ શિક્ષકોને પસંદગી કરેલ શાળાઓમાં નિમણૂંક ફાજલ સમાવેશનો ઓર્ડર આપવામાં આવનાર છે.

(11:52 am IST)