Gujarati News

Gujarati News

News of Sunday, 6th October 2019

દિવાળીના તહેવારો દરમિયાન ઓખા બાન્દ્રા વચ્ચે સ્પેશિયલ ટ્રેનો દોડાવાશે

રાજકોટઃ આગામી દિવાળીના તહેવારો દરમ્યાન ઓખા અને બાન્દ્રા વચ્ચે સ્પેશ્યલ ટ્રેનો દોડાવવાનો નીર્ણય પશ્ચીમ રેલ્વે દ્વારા લેવાયો છે.

આ અંગેની એક સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ ટ્રેન નં. ૦૯પ૬ર/૦૯પ૬૧ ઓખા બાન્દ્રા ટર્મીનસ સાપ્તાહીક વિશેષ ટ્રેન વિશેષ ટિકીટભાડા સાથે છ ટ્રીપ કરશે.

આ ટ્રેન દર મંગળવારે સવારે ૮-૩૦ વાગ્યે ઓખાથી પ્રસ્થાન કરશે, રાજકોટ આજ દિવસે  બપોરે સવા વાગ્યે પહોંચશે. બીજા દિવસે એટલે કે બુધવારે વહેલી સવારે ૪-પ૦ વાગ્યે બાન્દ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન ૧પ ઓકટો. થી ૧૯ નવેમ્બર સુધી દોડાવાશે.

એજ રીતે રીટર્નમા બાન્દ્રા ટર્મિનસથી બુધવારે સવારે ૬-૧પ વાગે ઉપડી એ જ દિવસે એટલે કે બુધવારે સાંજે ૭-૩૩ વાગ્યે રાજકોટ અને મોડી રાત્રે દોઢ વાગે(રેલવે ટાઇમ ટેબલ પ્રમાણે ગુરુવારે) ઓખા પહોંચશે.

આ ટ્રેનમાં એસી ટૂ ટાયર, એસી થ્રી ટાયર, સ્લીપર અને સેકન્ડ સ્લીપર, એક જનરલ કોચ જોડાશે. આ ટ્રેન આવતી અને જતી વખતે બોરીવલ્લી, વાપી, સુરત, ભૂરચ, વડોદરા, અમદાવાદ, વીરમગામ, સૂ.નગર, વાંકાનેર, રાજકોટ, હાપા, જામનગર, ખંભાળિયા, દ્વારકા સ્ટેશનો પર સ્ટોપ કરશે. ટ્રેનનું બુકીંગ તા. ૧૦ ઓકટોબરથી આઇઆરસીટીસી વેબસાઇટ પરથી શરૂ થશે.

(11:51 am IST)