Gujarati News

Gujarati News

News of Sunday, 6th October 2019

કેસરી પુલના ખુણા પાસેથી અજાણ્યા પુરૂષની લાશ મળી

રાજકોટઃ કેસરી હિન્દ પુલના ખુણા પર બાપા સિતારામની મઢુલી પાસેથી અજાણ્યા આશરે ૫૧ વર્ષના પુરૂષની લાશ મળી આવતાં બી-ડિવીઝનના એએસઆઇ કે.યુ. વાળાએ જરૂરી કાર્યવાહી કરી હતી. ૧૦૮ના ઇએમટી ડો. મયુરભાઇ ચોૈહાણના કોલથી જાણ થતાં કન્ટ્રોલ ઇન્ચાર્જ રાજેશભાઇ મકવાણાએ બી-ડિવીઝનને જાણ કરી હતી. આ પુરૂષની લાશ મઢુલી પાસે ફૂટપાથ પર પડી હતી. મૃતકની ઓળખ મેળવવા પોલીસે તપાસ હાથ ધરી છે. બિમારીથી મૃત્યુ થયાનું પ્રાથમિક તારણ હતું.

(10:50 am IST)