Gujarati News

Gujarati News

News of Sunday, 6th October 2019

ત્રીજા દિવસે પણ ડ્રાઇવઃ દારૂ પી વાહન હંકારતા વધુ ૮ પકડાયા

રાજકોટઃ દારૂ પી વાહન હંકારતા શખ્સોને શોધી કાઢવાની ડ્રાઇવ અવિરત રહી છે. વધુ આવા ૮ શખ્સોને પોલીસે પકડ્યા હતાં. કુવાડવા રોડ જે. કે. હોટેલ સામેના રોડ પરથી જીજે૩એટી-૧૭૮૫ નંબરના ટ્રકના ચાલક મહેશ ચંદુભાઇ વધેરા (ઉ.૩૦)ને દારૂ પી ટ્રક હંકારતો મળી આવતાં કુવાડવાના હેડકોન્સ. કે. સી. સોઢાએ ગુનો નોંધી ધરપકડ કરી હતી.

જ્યારે એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગર-૯માં રહેતો વિકાસ મોહિન્દરભાઇ ખીમસુરીયા (ઉ.૩૨) દારૂ પી જીજે૦૩ડીએચ-૯૧૪૬ નંબરનું બાઇક હંકારી દોશી હોસ્પિટલ પાસે પાર્કિંગ સામેથી નીકળતાં માલવીયાનગરના કોન્સ. દેવાભાઇ ધરજીયાએ પકડી લીધો હતો. ઉપરાંત નાના મવા સર્કલ પાસેથી સોમલ જીવણભાઇ ડાંગર (ઉ.૩૦-રહે. રાવકી લોધીકા) એકટીવા જીજે૦૩કેજી-૮૨૪૩ દારૂ પી હંકારીને નીકળતાં નાના મવા સર્કલ પાસેથી, જીવણનગર રેયા રોડનો જયેશ મુળજીભાઇ ચોટલીયા દારૂ પી જીજે૦એફએમ-૩૬૯૫ નંબરનું વાહન હંકારી રૈયા ચોકડીએથી નીકળતાં પકડી લેવાયા હતાં.

આ ઉપરાંત રસુલપરા હુશેની ચોકમાંથી પરેશ નાથાભાઇ બવ (રહે. રસુલપરા), કાલાવડ રોડ લક્ષ્મીનારાયણ સોસાયટીના પ્રવિણ છગનભાઇ પરમાર (રહે. લક્ષ્મીનારાયણ સોસાયટી), કેવીન ભરતભાઇ વાછાણી (રહે. નવલનગર-૧૭), પ્રવિણ ખીમાભાઇ બગડા (રહે. મોટા મવા લક્ષ્મીનો ઢોળો)ને કાલાવડ રોડ મટુકી રેસ્ટોરન્ટ સામેથી, રૈયાધારથી અને પુષ્કરધામ રોડ પરથી નશો કરી રિક્ષા જીજે૦બીયુ-૦૨૯૭, કાર જીજે૦૩એફડી-૭૩૧૬ તથા રિક્ષા જીજે૩બીયુ-૨૫૨ હંકારતા પકડી લેવાયા હતાં.

(10:49 am IST)