Gujarati News

Gujarati News

News of Sunday, 6th October 2019

ભગવતીપરામાં ખાણ ખનીજ ખાતા ઇન્સ્પેકટર સાથે ટ્રક ચાલક અને કારમાં આવેલા ૩ શખ્સોની ધમાલઃ ફરજમાં રૂકાવટ ખૂનની ધમકી

રાજકોટઃ શહેરના ભગવતીપરા મેઇન રોડ પર ખાણ ખનીજ વિભાગની ટીમ ચેકીંગમાં હતી ત્યારે જીજે૦૧સીવી-૩૦૫૩ નંબરના ટ્રને અટકાવી તપાસ કરતાં ટ્રક ચાલકે ટ્રક ઉભો ન રાખી ઇન્સ્પેકટર તથા સ્ટાફ સાથે ડખ્ખો કરતાં તેમજ કોઇને ફોન કરતાં ગઢવી લખેલી એક સફેદ કાર આવતાં તેમાંથી ઉતરેલા ત્રણ શખ્સોએ પણ માથાકુટ કરી ગાળો દઇ ઇન્સ્પેકટરને ખૂનની ધમકી આપી હતી. આ અંગે જીલ્લા સેવા સદન ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેકટર સંજયભાઇ સુંદરજીભાઇ બારૈયાએ બી-ડિવીઝન પોલીસમાં જાણ કરતાં એએસઆઇ કે. યુ. વાળાએ આઇપીસી ૧૮૬, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ મુજબ ગાળો દઇ ફરજમાં રૂકાવટ કરી મારી નાંખવાની ધમકી આપવા સબબ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

(10:49 am IST)