Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

સરગમ ચિલ્ડ્રન કલબના ૪૫૦૦ બાળસભ્યો માટે વન-ડે દાંડિયારાસ

નવરાત્રિને વેલકમ કરવા ફકત કલબના સભ્યો માટે આયોજનઃ ૧૦૦ થી વધુ ઈનામો અપાશે

રાજકોટ,તા.૬: સરગમ ચિલ્ડ્રન કલબનાં ઉપક્રમે ચિલ્ડ્રન કલબના ૪૫૦૦ બાળસભ્યો માટે નવરાત્રીની પૂર્વ સંધ્યાએ બાળકો માટે વિનામૂલ્યે વન-ડે દાંડિયારાસ સ્પર્ધાનું આયોજન તા.૯ને મંગળવારે સાંજે ૬ થી ૮ વન-ડે દાંડિયારાસનું ડો.યાજ્ઞિક રોડ પર ડી.એચ.કોલેજના ગ્રાઉન્ડમાં આયોજન કરવામાં આવ્યું છે. વન- ડે દાંડિયારાસમાં વેલડ્રેસ અને પ્રિન્સ- પ્રિન્સેસને લાખેણા ઈનામો આપવામાં આવશે. વાલીઓએ પોતાના બાળકોને સાંજે ૫:૪૫ કલાકે મુકવા તથા રાત્રે ૮ કલાકે તેડવા અચુક આવી જવું.

મ્યુઝીક મેલોઝ ગ્રુપના રાજુભાઈ ત્રિવેદી પ્રસ્તુત ઓરર્કેસ્ટ્રાના સથવારે ગાયક કલાકારો હેમંત પંડ્યા (મુંબઈ), ગીતાંજલિ જેધે (મુંબઈ), નિલેશ પંડ્યા (રાજકોટ), સોનલ ગઢવી (રાજકોટ) ગુજરાતી અને હિન્દી ફિલ્મી ગીતોની ધૂમ મચાવશે. આ વન- ડે દાંડિયારાસ ફકત ચિલ્ડ્રન કલબના સભ્યો માટે જ યોજેલ છે. વાલીઓએ રાસ જોવા માટે પ્રવેશ મેળવવો હોય તો રૂ.૧૦ની એન્ટ્રી ટિકીટ લેવાની રહેશે.

દાંડિયારાસ સ્પર્ધામાં  ઉંમર વર્ષ ૬ થી ૧૦ અને ૧૧ થી ૧૪ એમ ગર્લ્સ તેમજ બોયઝએ રીતે અલગ- અલગ ચાર ગ્રુપમાં ઈનામો આપવામાં આવશે.

કાર્યક્રમને  સફળ બનાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ લેડીઝ કલબના ડો.ચંદાબેન શાહ, નિલુબેન મહેતા, ડો.માલાબેન કુંડલિયા, જયશ્રીબેન રાવલ, અલ્કાબેન કામદાર, રેશ્માબેન સોલંકી, ભાવનાબેન ધનેશા,  સુધાબેન ભાયા, ચેતનાબેન સવજાણી, ભાવનાબેન મહેતા, જયશ્રીબેન વ્યાસ, પ્રતિમાબેન મહેતા, સુધાબેન દોશી, કૈલાશબા વાળા, જયોતિબેન પીઠડિયા, જયશ્રીબેન મહેતા, આશાબેન ભુછડા તથા કમિટિ મેમ્બરો જહેમત ઉઠાવી રહ્યા છે.(૩૦.૫)

(4:40 pm IST)