Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

નાના માણસના ઘરના ઘરના સ્વપ્ન સાકાર કરવા ધીરાણ આપી નાગરીક બેંક મોટી બેંક બની રહી : નલિનભાઇ વસા

વિવિધ લક્ષ્યાંક પૂર્તી સાથે બેન્કની ઐતિહાસિક પ્રગતિ : વિનોદ શર્મા * વાર્ષિક સભામાં ૧૮% ડીવીડન્ડ જાહેર

રાજકોટ : રાજકોટ નાગરિક સહકારી બેન્કની ૬૫ મી વાર્ષિક સાધારણ સભા બેન્કી હેડ ઓફીસ અરવિંદભાઇ મણીઆર નાગરિક સેવાલય ખાતે ડેલીગેટસસની બહોળી ઉપસ્થિતીમાં મળી હતી. ઇન્ટરનેટ બેન્કીંગમાં પાર્ટલી કામ શરૂ થયા અંે તેમજ રેસકોર્ષ - ર ખાતે નિર્માણાધીન 'અટલ સરોવર' માટે રૂ.૫૧ લાખનું અનુદાન બેન્ક તરફથી અપાયા અંગેની વિગતો જાહેર કરાઇ હતી. ગત વર્ષે બનાસકાઠા પાટણની પુરસ્થીતીમાં પણ મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ.૧૧ લાખ અપાયા હતા. તેમજ વિવિધ હોસ્પિટલોમાં દર્દીઓ માટે અપાતી સહાયની વિગતો અહી અપાઇ હતી. આ તકે બેન્કના ચેરમેન નલીનભાઇ વસાએ જણાવેલ કે રાજકોટ નાગરીક સહકારી બેન્ક નાના માણસોના ઘરના ઘરના સ્વપ્ન સાકાર કરવા ધીરાણ આપી આવી છે એટલે આજે મોટી બેન્ક તરીકે નામના પામી છે. અત્યાર સુધીમાં ૧,૫૯૧ ખાતેદારોને રૂ.૫૩ કરોડની લોન આપી છે. જેનેરીક દવાના સ્ટોર માટે પણ આ બેન્કે રૂ. ર લાખના ધીરાણની યોજના બનાવી છે. સાધારણ સભામાં કુલ ૯ ઠારાવો મુકી ચર્ચા વિચારણાના અંતે સર્વાનુમતે મંજુર કરાયા હતા. સભાસદો માટે ૧૮% ડીવીડન્ડ જાહેર કરાયુ હતુ. ચુંટણી અધિકારી ડી. ડી. મહેતાએ ડીરેકટરોની ૭ સીટ માટે ડાયાભાઇ ડેલાવાળા, રાજશ્રીબેન જાની, મંગેશભાઇ જોશી, ટપુભાઇ લીંબાસીયા, કલ્પકભાઇ મણીઆર, કાર્તિકેયભાઇ પારેખ અને નલિનભાઇ વસાને ચુંટાયેલા જાહેર કર્યા હતા. બેન્કના સીઇઓ વિનોદ શર્માએ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા નાણાકીય માહીતી રજુ કરી હતી. બેન્કની થાપણ રૂ.૪,૧૨૭,૫૩ કરોડ, ધિરાણ રૂ.૨,૩૫૬,૩૧ કરોડ, ગ્રોસ નફો રૂ.૧૧૩,૧૯ કરોડ જાહેર કરાયો હતો.   ટુંકમાં વિવિધ ક્ષેત્રે પ્રગતિના અહેવાલો અહી રજુ કરાયા હતા. શરૂઆતમાં બેન્કના વિકાસના શિલ્પી અરવિંદભાઇ મણીઆરની તસ્વીર સમક્ષ દીપ પ્રાગટય કરવામાં આવેલ. આ પ્રસંગે નાગરીક પરિવાર દ્વારા કેરળના પૂર પીડીત માટે એકત્ર કરાયેલ રૂ.૩,૩૫,૫૧૭ ની રકમનો ચેક મુકેશભાઇ મલકાણને સુપ્રત કરાયો હતો. વાર્ષિક સાધારણ સભા બાદ બેન્કના અધિકારીઓએ નાગરિક પરિવારના મહાનુભાવો જયોતિન્દ્રભાઇ મહેતા, સતીશજી મરાઠે, હંસરાજભાઇ ગજેરા, માધવજીભાઇ ઠુંમર, નલિનભાઇ વસા, કાંતાબેન કથીરીયા, શાંતુભાઇ રૂપારેલીયા, હમીરભાઇ ચાવડા, ડો. બળવંતભાઇ જાની, હસુભાઇ ભગદેવ, પ્રવિણભાઇ પીંડોરીયાનું વિશિષ્ટ કામગીર બદલ સન્માન કરવામાં આવેલ. બેન્કની આ વાર્ષિક સાધારણ સભા બાદ સન્માન સમારોહમાં આરએસએસ પ્રાંત સંચાલક મુકેશભાઇ મલકાણ, બેન્ક પરિવારમાંથી ચેરમેન નલિનભાઇ વસા, વાઇસ ચેરમેન જીવણભાઇ પટેલ, પૂર્વ ચેરમેન ડીરેકટર જયોતિન્દ્રભાઇ મહેતા, પૂર્વ વાઇસ ચેરમેન ડીરેકટર ટપુભાઇ લીંબાસીયા, પૂર્વ વાઇસ ચેરમેન ડીરેકટર ડાયાભાઇ ડેલાવાળા, ડીરેકટરો સર્વશ્રી અર્જુનભાઇ શીંગાળા, હરીભાઇ ડોડીયા, ગીરીશભાઇ દેવળીયા, શૈલેષભાઇ ઠાકર, જીમ્મીભાઇ દક્ષીણી, હંસરાજભાઇ ગજેરા, સુનિલભાઇ રાઠોડ, દીપકભાઇ મકવાણા, સુરેશભાઇ નાટા, રાજેશ્રીબેન જાની, કાર્તિકેયભાઇ પારેખ, પ્રદીપભાઇ જૈન, કીર્તીદાબેન જાદવ, મંગેશજી જોશી, વિનોદ શર્મા (સીઇઓ), હરકીશનભાઇ ભટ્ટ (પૂર્વ સીઇઓ), વિશેષમાં પ્રો. લલિતભાઇ મહેતા, નરેન્દ્રભાઇ દવે, અશોકભાઇ ખંધાર, જીતેન્દ્રભાઇ વ્યાસ, દમયંતિબેન દવે, રમેશભાઇ ઘેટીયા, ડો. વલ્લભભાઇ કથીરીયા, ડેલીગેટ શાખા વિકાસ સમિતિના સભ્યો ઉપસ્થિત રહેલ. ચુંટણી અધિકારી તરીકે ડી. ડી. મહેતાએ સેવા આપી હતી. સમગ્ર સભા અને કાર્યક્રમનું સંચાલન નિલેશભાઇ શાહે તથા અંતમાં આભારદર્શન જીવણભાઇ પટેલે કરેલ. (૧૬.૨)

(4:25 pm IST)