Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

રૂખડિયાપરા મિયાણાવાસ વિસ્તાર વાસીઓને ખાડા-ખબડા માંથી મુકિત :નવા રોડ

આ બન્ને લતાઓમાં સી.સી. અને પેવર બ્લોક કામ નો પ્રારંભ : પૂર્વ વિપક્ષીનેતા અને કોંગી કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા તથા દિલીપ આસવાણીના પ્રયત્ન સફળ

રાજકોટ તા ૬ : શહેરના વોર્ડ નં.૩ માં આવેલા પછાત વિસ્તારોમાં જેમાં ખાસ કરીને રૂખડિયા પરા, મંગલ પાંડે સ્કુલની પાછળ ની શેરીમાં ઘણા વર્ષોથી ' ડામર રોડનું કાકાજ થયેલ ન હતું જેના કારણે ચોમાસામાં વરસાદી પાણી ભરાવાના કારણે ખુબજ ગંદકી થતી હતી. તેમજ ઉખડ ખાબડ રોડ હોવાના લીધે અહીં વસવાટ કરતા લોકોને પણ ઘણી બધી મુશ્કેલીઓ વેડવી પડતી હતી. આ સમસ્યાનું તાકીદે નિરાકરણ કરવા અને આ રોડ ને સી.સી. રોડથી મઢવા માટેસ્થાનીક લોકો દ્વારા વિસ્તારના જાગૃત કોર્પોરેટર શ્રીમતિ ગાયત્રીબા વાઘેલાને રજુઆત કરવામાં આવી હતી. ગાયત્રીબા વાઘેલા દ્વારા રજુઆત કરી તાત્કાલીક ધોરણે આ વિસ્તારમાં  રોડને સી.સી. કરવા માટે મંજુર કરાવેલ હતો ચેમજ મીયાણા વાસ, રેલનગર મેઇન રોડ પાસે ,ક્રિષ્નાપાર્ક સામે નગર સેવક તરીકેની વ્યકિતગત ગ્રાન્ટમાંથી ઇન્ટરલોડીંગ પેવીંગ બ્લોક નાખવાની કામગીરી મંજુર કરાવી હતી.આ બન્ને કામગીરીનો આજે વિસ્તારના જાગૃત કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલાના હસ્તે કોર્પોરેટર દિલીપભાઇ આસવાણી કોંગ્રેસના આગેવાન અશોકસિંહ વાઘેલા, આઇ.કે.શેખ તેમજ વિસ્તારના સ્થાનિક લોકોની ઉપસ્થિતીમાં કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિસ્તારના ટીચકુભાઇ, મહીલા આગેવાનો જીન્નતબેન, રોશનબેન, વખુબેન, ફરીદાબેન,, હેમીબેેન, મધુબેન, રોશનબેન આમદભાઇ, ભારતીબેન રાજવીર, નિરૂબેન, સાહીસ્તાબ્ેન, ગીતાબેન તેમજ સર્વશ્રી વસંતભાઇ, શાહરૂખભાઇ, અઝરૂખીનભાઇ, યોગેશ ,રમાર, શિરાઝભાઇ વીગેરે ઉપસ્થીત રહ્યા હતા.

(4:22 pm IST)