Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

રાજકોટ જીલ્લામાં ૭ ઘરફોડી કરનાર સસરા-જમાઇની તસ્કર બેલડી પકડાઇ

ચોરાઉ દાગીના, વિદેશી ચલણી નોટો સહિત ૩.પ૦ લાખનો મુદામાલ કબ્જેઃ એસપી બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ રૂરલ ક્રાઇમ બ્રાંચના ઇન્ચાર્જ પીઆઇ જે.એમ.ચાવડા તથા પીએસઆઇ એચ.એ.જાડેજાની ટીમને સફળતા

રાજકોટ-ગોંડલ , તા., ૬: જેતપુર, શાપર-વેરાવળ તથા ગોંડલ પંથકમાં તરખાટ મચાવનાર સસરા-જમાઇની તસ્કર બેલડીને રૂરલ એલસીબીની ટીમે ઝડપી લેતા ૭ ચોરીનો ભેદ ઉકેલાયો છે.

રાજકોટ જીલ્લામાં ચોરીના બનાવો અટકાવવાની રૂરલ એસપી બલરામ મીણાની સુચના અનવયે રૂરલ ક્રાઇમ બ્રાન્ંચના ઇન્ચાર્જ પીઆઇ જે.એમ.ચાવડા તથા પીએસઆઇ એચ.એ.જાડેજાની ટીમ નાઇટ પેેટ્રોલીંગમાં હતી ત્યારે ચોરાઉ સોના-ચાંદીના દાગીના  તથા રોકડ રકમ  સાથે નિકળેલ મનસુખ ઉર્ફે રમેશ નરસિંહ પરમાર (દેવીપુજક) (ઉ.વ.૪પ) (રહે. જામવાડી, જીઆઇડીસી, કનૈયા હોટલ પાછળ-ગોંડલ) તથા તેની સાથે રહેલ તેના જમાઇ રાજેશ બાબુભાઇ પરમાર (રહે. મૂળ સિધાંજ, તા. કોડીનાર)ને પકડી પાડી પુછપરછ કરતા તેની પાસે રહેલ દાગીના ચોરાઉ હોવાની કબુલાત આપી હતી.

પકડાયેલ તસ્કર બેલડીની પુછતાછ કરતા આ બંન્નેએ ૩ માસ પુર્વે વિજય સાથે મળી જેતપુરમાં પાંચ કારખાનામાંથી મજુરોના ૧૦ મોબાઇલ અને રોકડ ૭૦૦૦, બે પંખા અને બેટરીની ચોરી કરી હતી. ત્રણ માસ પુર્વે ગોંડલ ભોજપરા ગામની સીમમાં કારખાનાની ઓરડીમાંથી મજુરોના ૧૧ મોબાઇલ તથા ૩૦ હજાર રોકડની ચોરી, બે મહિના પુર્વે જેતપુર નવાગઢ ખાટકીવાસમાં બંંધ મકાનમાંથી ૮૦ હજાર રોકડા, વિદેશી ચલણની નોટો૧૦ તથા મોબાઇલ ફોનની ચોરી, બે મહિના પુર્વે શાપર પરફેકટ હોટલની પાછળના બે માળના મકાનમાંથી સોનાનો ચેઇન, પાટલા, વીંટી તથા રોકડ રકમની ચોરી, બે માસ પુર્વે જેતપુર ખાટકીવાસ ગઢની રાંગ પાસે બાઇકની ચોરી કરી ગોંડલ હાઇવે પર રેઢુ મુકી દીધું હતું. બે માસ પુર્વે નવાગઢ ખાટકી વાસમાં બે મકાનમાં ચોરી કરી સોના-ચાંદીના ના દાગીના અને રોકડની ચોરી, બે મહિના પુર્વે સુરેન્દ્રનગરના દસાડાની સીમમાં  મંદિર પાસેના ઓરડામાંથી રોકડ -પાંચ મોબાઇલની ચોરી કરી હતી. તથા દોઢ વર્ષે પુર્વે રાજકોટ રણુજન મંદિર પાસે મોબાઇલની દુકાનમાંથી રોકડ તથા મોબાઇલ ફોનની ચોરી કર્યાની કબુલાત આપી હતી.

પકડાયલ તસ્કર બેલડીમાંથી રોકડ ૧.૭૦ લાખ, સોનાના દાગીના ૧.૩૪ લાખ, વિદેશી ચલણી નોટો ૧૦, એક ઇલેકટ્રીક કટર તથા મોબાઇલ ફોન નં.પ૪ મળી કુલ ૩.૭૬ લાખનો મુદામાલ કબ્જે કરાયો હતો. તસ્કરી બેલડી પૈકી મનસુખ ઉર્ફે રમેશ અગાઉ ભાવનગર જીલ્લાની ૧૦ ઘરફોડી ચોરીમાંપકડાઇ ગયો છે. આ બંન્ને તસ્કર બેલડી સાથે વિજય નામનો શખ્સ પણ ચોરીમાં સાહેલ હોય તેની શોધખોળ હાથ ધરાઇ છે અને આ બંન્ને મોબાઇલ ફોનની ચોરી કર્યા બાદ પ્લાસ્ટીકીન કોથળીમાં પેક કરી જમીનમાં દાટી દેતા હતા. આ કાર્યવાહીમાં એલસીબીના એએસઆઇ  પ્રભાતભાઇ બાલાસરા, હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ જાડેજા, અનીલભાઇ ગુજરાતી, પોલીસ કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ વાઘેલા, દિવ્યેશભાઇ સુવા, હિતેષભાઇ અગ્રાવત, બ્રિજરાજસિંહ જાડેજજન, રવિદેવભાઇ બારડ, રહીમભાઇ દલ, ભોજાભાઇ ત્રામટા, તેજસભાઇ મહીધરીયા, ભાવેશભાઇ મકવાણા, રસીકભાઇ જમોડ, મનોજભાઇ બાયલ, રમેશભાઇ બોદર, કુમારભાઇ ચૌહાણ, વિનયભાઇ રાજપુત તથા રાયધનભાઇ ડાંગર સહિતનો સ્ટાફ જોડાયો હતો. (૪.૧૫)

(4:17 pm IST)