Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

વેન્ડીંગ મશીનની સ્માર્ટ સ્વચ્છતા

નગરજનો પ્લાસ્ટીક બોટલનો નાશ કરી ડિસ્કાઉન્ટ મેળવશે અને મશીન દીઠ તંત્રને મહિને ૧૧૦૦૦ની કમાણી થશે

પ્લાસ્ટીક બોટલ નાશ કરવા માટે શહેરમાં ૧૦ સ્થળે રિવર્સ વેન્ડીંગ મશીન મુકવાનો પ્રારંભ : મેયર બીનાબેન આચાર્ય દ્વારા વિગતો જાહેર

રાજકોટ, તા. ૬ :  મ્યુ. કોર્પોરેશન દ્વારા પ્લાસ્ટીક પ્રદુષણ ઘટાડવા માટે શહેરમાં લોક ભાગીદારીનાં ધોરણની પ્લાસ્ટીકની બોટલોનો નાશ કરતાં ''ઉવર્સ વેન્ડીંગ મશીન''ની યોજનાં શરૂ કરાઇ છે. આ યોજના થકી નગરજનોે રેસ્ટોરન્ટ ગરમેન્ટ વગેરેનાં ડિસ્કાઉન્ટ કૂપન મળશે પરંતુ સાથોસાથ પ્રતિ મશીન દીઠ પ્રતિ મહિને તંત્રને રૂ. ૧૧૦૦૦ની કમાણી પણ થશે.

આ અંગે મેયર બીનાબેન આચાર્ય દ્વારા વિસ્તૃત વિગતો જાહેર કરાઇ છે. જેમાં જણાવ્યું છે કે ''પ્લાસ્ટીકની બોટલોનાં નાશ માટે રીવર્સ વેન્ડીંગ મશીન રાજકોટ શહેરમાં પ્રથમ તબક્કામાં પાંચ અને બીજા તબક્કામાં પાંચ મશીન બેસાડાશે એજન્સી દ્વારા રૂ. ૪પ/ લાખ તમામ મશીન માટે રોકાણ કરવામાં આવશે. મશીનમાં ૧પ૦૦ બોટલ તો મહતમ નાશ કરવામાં આવશે. પી.પી.પી. ધોરણ આ મશીન બેસાડયામાં આવશે. મશીનો ઉપયોગ કરનાર વ્યકિતને ચીજવસ્તુ અથવા કૂડ માટેના કન્સેશન કૂપન આપવામાં આવશે. રાસોત્સવ રાજકોટ મહાનરગપાલિકાને દરમહિને પ્રતિ મશીન દીઠ રૂ. ૧૧૦૦૦ ની રોયલ્ટી મળશે. જેના બદલામાં રાજકોટ મહાનગરપાલિકા કોન્ટ્રાકટર એજન્સીને જાહેરાતા અધિકાર આપશે.

આ મશનથી રસ પર બોટલ સ્વરૂપના કચરામાં ઘટાડો, પેટ બોટલના રીસાયકલમાં ઘટાડો અને શહેરના રસ્તાઓના વધુ સ્વચ્છા અને સુઘડ રહેવા પામશે.

રેસકોર્ષ-સર્વેશ્વર ચોકમાં  મશીન લગાડાયા

દરીમાયન રાજકોટ શહેરમાં હાલમાં પાણીના પાઉચના ઉત્પાદન, વેંચાણ તથા વપરાશ ઉપર પ્રતિબંધ મુકાવમાં આવેલ છે. જેના વિકલ્પ તરીકે પાણીની પ્લાસ્ટીકની પેટ બોટલનો વપરાશ વધી ગયેલ છે. શહેરીજનો દ્વારા આ પ્લાસ્ટીકની બોટલ જયાં ત્યાં ફેંકવામાં ન આવે અને આ બોટલને રીવર્સ વેન્ડીંગ મશીનમાં નાખવામાં આવે તો. પાણીની પ્લાસ્ટીકની બોટલનું રીસાયકલ ખુબ સારી રીતે થઇ શકે. તથા લોકોને પાણીની પ્લાસ્ટીકની બોટલના બદલામાં ડીસ્કાઉન્ટ કુપન મળે તથા શહેરની સ્વચ્છતા જળવાઇ રહે તે હેતુથી શહેરમાં જુદા-જુદા દસ સ્થળોએ આ પ્રકારના રીવર્સ વેન્ડીંગ મશીન ઇન્સ્ટોલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે જેના ભાગરૂપે આજરોજ રેસકોર્ષ તથા સર્વેશ્વર ચોકામં વેન્ડીંગ મશીન કાર્યરત કરવામાં આવેલ છે. આ વેન્ડીંગ મશીનના શુભારંભ પ્રસંગે ડે. મેયર અશ્વિનભાઇ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઇ જાગાણી, દંડક અજયભાઇ પરમાર, શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઇ માંકડ, આરોગ્ય સમિતિ ચેરમેન અશ્વિનભાઇ ભોરણીયા કમિશ્નર બંછાનિધિ પાની, કોર્પોરેટર કશ્યપભાઇ શુકલ, મીનાબેન પારેખ, હિરલબેન મહેતા, વોર્ડ મહામંત્રી રમેશભાઇ પંડયા, પર્યાવરણ ઇજનેર એન. એ. પરમાર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(4:16 pm IST)