Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

કલેકટર કચેરીમાં સ્પીકર-માઈક માટે વિધાનસભામાં છે એવી સનહાઈઝર-સેમી ડીઝીટલ સિસ્ટમ નખાશે

છાશવારે મીટીંગમાં માઈકો બંધ થઈ જાય છેઃ તે મુશ્કેલી નિવારી શકાશે

રાજકોટ, તા. ૬ :. રાજકોટ કલેકટર કચેરીમાં ચાલુ મીટીંગે છાશવારે માઈકો-સ્પીકર બંધ થઈ જાય છે, પરિણામે કલેકટર-મીનીસ્ટરો કે અન્ય અધિકારીઓનો અવાજ મીટીંગ સમયે કોઈ સાંભળી શકતુ નથી અને મીટીંગમાં અપાયેલ સૂચના શું હતી, તેની સ્પષ્ટ જાણકારી રહેતી નથી, ઘણી વખત અર્થનો અનર્થ થઈ જાય છે.

પરંતુ હવે કલેકટર તંત્રે વિધાનસભામાં છે એવી સનહાઈઝર-સેમી ડીઝીટલ સિસ્ટમ નાખવાનું ફાઈનલ કરી લીધુ છે. આમ તો ૪૦ લાખ આસપાસ ખર્ચ થાય, પરંતુ ટેન્ડર ૩૦ ટકા નીચે આવતા ૨૫ થી ૨૬ લાખમાં આ સિસ્ટમ વિકસાવી શકાશે.

અમદાવાદની પોઝીલીટી કંપનીને ઓર્ડરો અપાયા છે. કુલ ૧૨ સ્પીકર અને ૬૦ માઈક નખાશે. આવી સિસ્ટમ ગાંધીનગર વિધાનસભા ખાતે છે તેવી જ સિસ્ટમ ફીટ કરાશે તેમ સૂત્રોએ ઉમેર્યુ હતું.

(4:12 pm IST)