Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

નવનિયુકત મ્યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલને કોંગ્રેસે આવકાર્યા

લોકોના પ્રશ્નોનો નિકાલ તાત્કાલિક કરવા અશોક ડાંગર, વશરામ સાગઠિયાનું સુચન

રાજકોટ, તા. ૬ : મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા અને ઉપનેતા મનસુખભાઈ કાલરીયાની યાદી જણાવે છે કે રાજકોટ મહાનગરપાલિકામાં નવનિયુકત મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલ (IAS) ને આવકારવા સાથેની શુભેચ્છા મુલાકાત શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર તેમજ વિપક્ષીનેતા વશરામભાઇ સાગઠીયાની આગેવાનીમાં કોંગ્રેસના કોર્પોરેટરશ્રીઓએ લીધેલ હતી આ પ્રસંગે શહેર પ્રમુખ શ્રી તથા વિપક્ષીનેતાશ્રીએ કમિશ્નરશ્રીને શુભેચ્છા પાઠવવાની સાથોસાથ રાજકોટ શહેરની જનતાના સાચા અને વ્યાજબી કામો ખુબ ઝડપથી થાય, લોકોની રોજીંદી સમસ્યાઓ અને પ્રશ્નોનો નિકાલ તાત્કાલિક થાય એવી અપેક્ષા દર્શાવેલ.

આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, ઉપનેતા મનસુખભાઈ કાલરીયા, કોર્પોરેટરઓ દિલીપભાઈ આસવાણી, વસંતબેન માલવી, પરેશભાઈ હરસોડા, સંજયભાઈ અજુડીયા, રવજીભાઈ ખીમસુરીયા, માંસુબેન હેરભા, રસીલાબેન ગરૈયા, વલ્લભભાઈ પરસાણા, હારૂનભાઈ ડાકોરા, મેનાબેન જાદવ, આગેવાનો ઠાકરશીભાઈ ગજેરા, અનિલભાઈ જાદવ, મથુરભાઈ માલવી, કનકસિંહ જાડેજા, પ્રભાતભાઈ ડાંગર, રામભાઈ હેરભા, પ્રવીણભાઈ સોરાણી, સુરેશભાઈ ગરૈયા, બીપીનભાઈ દવે, રસિકભાઈ ભટ્ટ, વલ્લભભાઈ જાદવ, વશરામભાઇ ચાંડપા સહિતના કોંગ્રેસપક્ષના આગેવાનોએ પુષ્પગુચ્છ આપી રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલનું સ્વાગત કરવામાં આવેલ હતું તેવું કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટની યાદીમાં જણાવે છે.

(4:15 pm IST)