Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

તા.૧૪-૧૫ બાળકો માટે ઓપન ગુજરાત રેપીડ એન્ડ બ્લિટઝ ચેસ ટૂર્નામેન્ટનું આયોજન

દરેક ખેલાડીઓને ચેસની કીટ ફ્રી આપશેઃ ૩૦૦ ખેલાડીઓ ભાગ લેશે

રાજકોટ,તા.૬: બાળકો ચેસ માટે પ્રેરિત થાય તે માટે સૌ પ્રથમ વખત ભાગ લેનાર બધા જ બાળકોને આંતરરાષ્ટ્રીય ચેસ સેટ આપવામાં આવશે. અન્ડર ૧૫, અન્ડર ૧૩, અન્ડર ૧૦, અન્ડર ૮માં બધી જ કેટેગરીમાં ૧ થી ૧૦ સુધી ટ્રોફી અને સર્ટિફિકેટ આપવામાં આવશે. વિજેતા ખેલાડીઓ માટે ૩પ રોકડ પુરસ્કાર અને ૪૩ ટ્રોફી આપવામાં આવશે. આ ટુર્નામેન્ટમાં બાળકો સાથે આવનારી એક વ્યકિત માટે જમવાની વ્યવસ્થાનું નિશુલ્ક પણે રાખેલ છે.

 બ્લિટ્ઝ ટુર્નામેન્ટ તા.૧૪ સાંજે ૬ કલાકે રાખેલ છે બહારથી આવેલા ખેલાડીયો માટે જમવાની તથા રેહવાની વ્યવસ્થા રાખેલ હોવાનું યાદીમાં જણાવાયું છે. રેપીડ ટુર્નામેન્ટ તા.૧૫  સવારે ૮ કલાકે રાખેલ છે. આ ટુર્નામેન્ટ દરમિયાન બપોરની જમવાની વ્યવસ્થા અને બે ટી બ્રેકની વ્યવસ્થા કરવામાં આવેલ છે.  સમગ્ર આયોજન નિશુલ્ક છે. ફી રૂ.૩૦૦ રાખેલ છે.

બુદ્ધિમતાની શ્રેષ્ઠ રમતમાં જેની ગણના થાય છે તેવી ચેસ ટુર્નામેન્ટનું ગ્લોબલ સર્વિસ ગ્રુપ દ્વારા ક્રિયેટિવ ચેસ એકેડમી, આર ડી સી એ , વન્ડર ચેસ કલબ , જી સી સીના સહયોગથી પ્રથમવાર રંગીલા રાજકોટ માટે રેપીડ અને બ્લિટ્ઝ  ચેસ ટુર્નામેન્ટનું આયોજન આગામી ૧૪-૧૫ સપ્ટેમ્બરના રોજ આનંદ નગર કમ્યુનીટી હોલમાં રાખેલ છે. ગ્લોબલ સર્વિસ ગ્રુપ દ્વારા ૭૮ ઇનામો રાખવામાં આવેલા છે જે દરેક વિજેતા ખેલાડીયોને આપવામાં આવશે. આ ટુર્નામેન્ટ સ્વીસ સીસ્ટમ્સથી રમાશે. આ ટુર્નામેન્ટમાં ૬ કે ૭ રાઉન્ડ યોજાશે. જે પ્રત્યેક ખેલાડીઓને રમવા ફરજિયાત છે. સ્થળઃ આનંદ નગર કમ્યુનિટી હોલ, આનંદનગર મેઈન રોડ, ગાયત્રી નગર, ગીતાંજલિ પાર્ક, ભકિતનગર સર્કલની બાજુમાં રાજકોટ.

નામ નોંધણી તેમજ વધુ વિગત માટે  ચિરાગ મેહતા (૯૧૭૩૯ ૧૨૬૨૬),  ઋષાંગ ત્રિવેદી (૮૩૨૦૨ ૨૬૮૪૬),  ધવલ શાહ (૯૮૨૪૨ ૧૭૭૦૩), મનીશ પરમાર (૯૮૨૫૧ ૧૨૨૨૯), કીશોરસિંહ જેઠવા (૯૯૨૫૨ ૪૮૨૫૧), હર્ષદ ડોડીયા (૯૮૭૯૬ ૯૪૯૩૬), મહેશ ચૌહાણ (૯૭૨૪૯ ૮૮૧૯૮), ભાર્ગવ જાન્ખલીયા (૯૭૨૫૫ ૮૭૧૪૧) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:10 pm IST)