Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

અરિહંત ઇન્વેસ્ટમેન્ટ દ્વારા મ્યુચલ ફંડ અંગે માર્ગદર્શન સેમીનાર યોજાયો

રાજકોટ, તા., ૬ : અરિહંત ઇન્વેસ્ટમેન્ટ, મેહુલ એમ.રવાણી દ્વારા આદિત્ય બિરલા સનલાઇફ મ્યુચ્યુઅલ ફંડના સહયોગથી એક માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્પીકર તરીકે શ્રી આશીષભાઇ પોપટ (એબીએસએલ કલ્સટર હેડ)એ માહીતી આ,પેલ.

તેમણે જણાવેલ કે હાલના તબક્કે રોકાણકારોના મનમાં ચાલી રહેલા પ્રશ્નો જેવા કે શેરબજાર જોખમી છે. શેરબજારને લગતું રોકાણ જોખમી છે. છેલ્લા બેથી ત્રણ વર્ષમાં ઇકવીટી મ્યુચ્યુઅલ ફંડમાં વળતર એફડી કરતા ઓછુ છે જેવા અલગ અલગ પ્રશ્નોનું નિરાકરણ અને દરેક પ્રશ્નોનું સચોટ માર્ગદર્શન આપેલ. જેમ કે લાંબા ગાળાના લક્ષ્મને ધ્યાનમાં રાખીને કરેલ રોકાણ ટુંકાગાળામાં જોખમી જ હોય છે. કારણ કે શ્રેષ્ઠ વળતર માટેનો વિકલ્પ પણ એ જ આપે છે. તા.પ થી ૧પ સપ્ટેમ્બર દરમિયાન લોકોને એક એસ.આઇ.પી. કરવા પણ અનુરોધ કરાયેલ.

આપણી લાઇફના દરેક ગોલ માટે એક એસઆઇપી કરવી જ જોઇએ જેવા કે રીટાયરમેન્ટ, ચાઇલ્ડ એજયુકેશન, ચાઈલ્ડ મેરેજ તેજ ટંુકાગાળાના આયોજન જેવા કે મેડી કલેઇમ ઇન્સ્યોરન્સ, એલઆઇસી ઇન્સ્યોરન્સ પ્રીમીય, બાળકોની સ્કુલ ફી જે આપણે દર વર્ષે ભરવાના હોય છે તેના માટે મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઇપી કરી શકાય છે. બચતની બચત અને સાથે જીવન વિમાનું રક્ષણ આદિત્ય બિરલા સતલાફ મ્યુચ્યુઅલ ફંડ સેન્ચુરી એસ.આ.પી.ની વિસ્તૃત જાણકારી સેમીનારમાં આપવામાં આવી હતી.

હોમલોન ધારકોએ  હોમલોનના બોજાને દુર કરવા માટે તેમની હોમલોનની રકમના ૦.૧૦ ટકા રકમની એસઆઇપી કરવી જોઇએ.

એફડી કરતા ઓછુ વળતર છે પણ એસેટ એલોકેશનના મહત્વને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લાંબા ગાળા માટે નિરધારીત કરેલ છે.

તમે જે ફંડમાં રોકાણ કર્યુ છે તે કદાચ ટુંકાગાળામાં સારૂ વળતર ન આપે પણ લાંબા ગાળામાં આપશે જ.

માર્કેટના આ લેવલ પ્રમાણે ૧૦ થી ૧ર વર્ષ માટે મીડકેપ અને સ્મોલકેપમાં એસઆઇપી કરી શકાય છે. જેમાં લાંબા ગાળામાં સારૂ રીટર્ન જનરેટ થાશે. ર૦૧પમાં નિફટી ર૧ ટકા ડાઉન થયેલ અને પછી અઢી વર્ષ માં ૪૮ ટકા રીટર્ન આપેલ અને પાંચ વર્ષ પહેલા એટલે કે ર૦૧૦માં સેન્સેકસ ર૮ ટકા ડાઉન થયેલ અને પછી ત્રણ વર્ષમાં ૯૬ ટકા રીટર્ન આપેલ.

બજારનો ઘટાડો અસ્થાયી હોય છે અને વધારો ક્રમશઃ અને કાયમી છે. આ સમયે સુપ્રસિધ્ધ રોકાણકારની ગોલ્ડન લાઇન યાદ અપાવે છે વોરેન બફેટ લોભી રહો જયારે અન્ય ભયભીત હોય ડર રાખો જયારે બીજા લોભી હોય છે.

સાથોસાથ તેમણે રોકાણના ત્રણ ગોલ્ડન રૂલ્સ પણ આપેલ જેમાં શરૂઆત વહેલી કરો, નીયમીત પણે રોકાણ કરો, લાંબા ગાળા માટે રોકાણ કરો.

ટુંકમાં તમારે અત્યારે તમારી એસઆઇપીની રકમને ડબલ કરી દેવી જોઇએ અને લમ્પસમ રોકાણ સાથે ટોપઅપ કરવું. ડીસ્કાઉન્ટ પર ખરીદવું હંમેશા ફાયદાકારક છે.

રોકાણકાર બનવા માટે આપણું સમૃધ્ધ હોવું જરૂરી નથી, પરંતુ સમૃધ્ધ બનવા માટે રોકાણકાર બનવું જરૂરી છે.

આ તકે મેહુલભાઇ રવાણી (૯૮રપ૮ ૮રપ૭૯) એ અરિહંત ઇન્વેસ્ટમેન્ટના દરેક ફેમીલી મેમ્બરનો ર૦ વર્ષના સપોર્ટમાં દિલથી આભાર માનેલ હતો.

આ સેમીનારને સફળ બનાવવા માટે અરિહંત ઇન્વેસ્ટમેન્ટ ટીમના રાધીકાબેન આડેસરા, રોનક કામદાર તેમજ આદિત્ય બિરલા સનલાઇફના પરેશભાઇ કામલીયા (રીલેશનશીપ મેનેજર) એ જહેમત ઉઠાવેલ.

(3:54 pm IST)