Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

એ.આર.ભટ્ટ કોમ્પ્યુટર સાયન્સ કોલેજ ઉનામાં સતત ૯ માં વર્ષે ગણેશજીની સ્થાપના

 રાજકોટઃ એ.આર.ભટ્ટ કોમ્પ્યુટર સાયન્સ કોલેજ ઉના મુકામે તા.૦૨/૦૯/૨૦૧૯ સોમવારના દિવસે સતત ૯માં વર્ષે ગણેશ સ્થાપના કરવામાં આવી હતી. આ કોલેજમાં શિક્ષકની સાથે વિવિધ ધાર્મિક  કાર્યક્રમો અને વિદ્યાર્થી ઉત્કર્ષ અને વિકાસ માટે વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે. ગણેશ સ્થાપનાના દિવસે કોલેજમાં ટ્રસ્ટીશ્રી, પ્રિન્સિપાલશ્રી સ્ટાફગણ અને વિદ્યાર્થીઓ હાજર રહી ભાવપૂર્વક કાર્યક્રમની ઉજવણી કરવામાંઆવી હતી. જે તસ્વીરમાં નજરે પડે છે.

(3:52 pm IST)