Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

ત્રિકોણબાગ કા રાજા : સાંજે આરતી સુશોભન સ્પર્ધા - સંતવાણી

રાજકોટ : ગઈકાલે વરૂણદેવના સતત સાનિધ્યમાં ત્રિકોણ બાગ કા રાજાની સાયં આરતી થઈ હતી, વરસતા વરસાદમાં પણ ભાવિકોની હાજરી હતી. મેયર બિનાબેન આચાર્ય, રાજકોટના પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, જે.પી. પાર્ટી પ્લોટવાળા આશિષભાઈ કાચા, ચંપકભાઈ કાચા, મહેશભાઈ મહેતા, રાજેશભાઈ ગોંડલીયા, પૂજા હોબી સેન્ટરવાળા પુષ્પાબેન રાઠોડ, સેન્ટ ગાર્ગી સ્કુલના રમાબેન હેરભા, સરગમ કલબના ગુણવંતભાઈ ભટ્ટ વગેરે મહેમાનોએ સમુહ આરતીમાં ભાગ લઈને ગણેશ વંદના કરી હતી. સર્વે મહેમાનોનું જીમ્મી અડવાણી અને સમિતિના સભ્યોએ સ્વાગત કર્યુ હતું.

આજે શુક્રવારે સાંજે ૫ વાગ્યે જાહેર જનતા માટે આરતી સુશોભન સ્પર્ધા અને રાત્રે ૮:૩૦ થી સોરઠની સુગંધથી મહેકતુ લોકસાહિત્ય પીરસતા વિશાલ વરૂ પ્રસ્તુત સંતવાણીનો કાર્યક્રમ યોજાશે.

આવતીકાલ શનિવારે સાંજે ૫ વાગ્યે નાના બાળકો માટે શ્લોક સ્પર્ધા, શ્લોકની શ્રેષ્ઠ પ્રસ્તુતિ તથા ભાગ લેનાર બાળકોને વિવિધ ઈનામોથી નવાજવામાં આવશે. રાત્રે ૮:૩૦ વાગ્યે શહેરની શાળાના બાળકો દ્વારા ડાન્સ ટેલેન્ટ શોનંુ સંચાલન સુરભી ડાન્સ એકેડમી દ્વારા થશે. રાત્રે ૧૦:૩૦ થી રેડીયો જોકી સંગાથે ગેઈમ શો યોજાશે.

આ આયોજનમાં કુમારપાલ ભટ્ટી, વિશાલ કવા, ધવલ વાળોદરા, વિજય કુબાવત, નરેન્દ્ર પરમાર, નાગજી બાંભવા, વિમલ નૈયા, યોગેન્દ્ર છનીયારા, હાર્દિક વિઠ્ઠલાણી, ધવલ કાચા, ભરત મકવાણા, પાર્થ કોટક, સંદિપ પાલા, જયુ યાદવ, કિશન કવૈયા, કિશન સિદ્ધપરા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:52 pm IST)