Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ નિમિતે

સુરક્ષા દળોના જવાનોની પોરબંદર-દિલ્હી સાયકલ યાત્રાનું ૮મીએ કોર્પોરેશન ભવ્ય સ્વાગત કરશેઃ દેશભકિત ગીત કાર્યક્રમ

ગાંધી મ્યુઝીયમ ખાતે યોજાશે કાર્યક્રમઃ બીએસએફ, સીઆરએફ, એનએસજી, એસપીજી, એસએસપીના ૫૦૦ જવાનો ગાંધીજીના સિદ્ધાંતો અને સંદેશાઓનો પ્રચાર કરશેઃ મેયર બીનાબેન, ડે. મેયર અશ્વિનભાઈ, સ્ટે. ચેરમેન ઉદયભાઈ, સમાજ કલ્યાણ ચેરમેન આશિષભાઈ, મ્યુ. કમિશ્નર ઉદીત અગ્રવાલ દ્વારા તૈયારીનો ધમધમાટઃ કાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પોરબંદરથી આ સાયકલ યાત્રાનું પ્રસ્થાન કરાવશે

રાજકોટ, તા. ૬ :. મહાનગરપાલિકા દ્વારા પૂ. મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્ત્।ે તેમના સિદ્ઘાંતો અને સંદેશાઓના પ્રસાર અર્થે વિવિધ સુરક્ષા દળોની પોરબંદર-દિલ્હી સુધીની સાઈકલ યાત્રાનું સ્વાગત અને દેશભકિતના ગીતોનું કાર્યક્રમ યોજાશે. જેનું કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી શ્રી નીતિનભાઈ ભારદ્વાજના હસ્તે થશે. આ પ્રસંગે અધ્યક્ષ સ્થાને મેયર બિનાબેન આચાર્ય ઉપસ્થિત રહેશે.

આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, જીલ્લા કલેકટર રેમ્યા મોહન, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ભીખાભાઈ વસોયા, અનુસુચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, મહામંત્રી દેવાંગભાઈ માંકડ, કિશોરભાઈ રાઠોડ, જીતુભાઈ કોઠારી, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, વિપક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા, દંડક અજયભાઈ પરમાર વિગેરે ઉપસ્થિત રહેશે.

પૂ.મહાત્મા ગાંધી બાપુની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણી અંતર્ગત વિવિધ સુરક્ષા દળો BSF,CRF,SSP, આસામ રાઈફલ, NSG તથા SPG કુલ ૫૦૦ અધિકારીઓ-જવાનો દ્વારા સ્વચ્છતા, અહિંસા અને નશાબંધીના સંદેશાઓના પ્રસાર અર્થે પોરબંદરથી દિલ્હી સુધી સાઈકલ યાત્રાનુ આયોજન કરવા આવેલ છે. તા.૦૭ રોજ પોરબંદર ખાતે પૂ.મહાત્મા મંદિરથી રાજયના માન.મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાઈકલ યાત્રાનુ પ્રસ્થાન કરાવશે. આ સાઈકલ યાત્રા તા.૦૮ રાજકોટ પહોંચનાર છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યાત્રાનુ સ્વાગત થશે અને પૂ.મહાત્મા ગાંધી મ્યુઝીયમ ખાતે દેશભકિતનો કાર્યક્રમ યોજાશે.

(3:46 pm IST)