Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

મારા રૂદીયામાં કરો અજવાળા, હું તમને સમરૂ ગજાનન દેવા

ગણેશ મહોત્સવનો પાંચમો દિવસ : અમુક સ્થળોએ વિસર્જન : રાધાપાર્કમા સાંજે છપ્પન ભોગ દર્શન : કોઠારીયા કોલોનીમાં શ્રૃંગાર આરતી

રાજકોટ તા. ૬ : ગણેશજીની ભકિતમાં ભાવિકો ઓળઘોળ બની રહ્યા છે. ગણેશ મહોત્સવનો આજે પાંચમો દિવસ છે. જયાં ત્રણ કે પાંચ દિવસનું સ્થાપન હતુ ત્યાં વિસર્જન થઇ ચુકયા છે. જયારે દસ દિવસના સ્થાપન છે ત્યાં અવિરત કાર્યક્રમો ચાલી રહ્યા છે. તા. ૧૨ સુધી આરતી પૂજા અને સાંસ્કૃતિક ધાર્મિક કાર્યક્રમો આયોજીત છે.

વિવિધ સ્થળોએ યોજવામાં આવેલ કાર્યક્રમોની સંકલિત યાદીઓ અહીં પ્રસ્તૃત છે.

રાધાપાર્કમાં  શકિત ગ્રુપ દ્વારા સાંજે છપ્પન ભોગ દર્શન

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ પર રાધાપાર્ક-૩ ખાતે શકિત ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન થયુ છે. જેમાં ગઇ કાલે મોદક અને પાણીપુરી સ્પર્ધા યોજવામાં આવી હતી. આજે શુક્રવારે સાંજે ૭.૪૫ વાગ્યે છપ્પન ભોગ દર્શન ખુલ્લા મુકાશે. તેમજ કાલે શનિવારે રાત્રે દાંડીયા રાસ તથા તા. ૮ ના રવિવારે સત્યનારાયણની કથા રાખવામાં આવી છે.

કોઠારીયા કોલોનીમાં આજે ગૌરી પૂજન શ્રૃંગાર આરતી

વિનાયક ગ્રુપ આયોજીત ૭/૩ માસ્તર સોસાયટી ખાતે ગણેશ મહોત્સવમાં ગઇ કાલે ધૂન ભજનનો કાર્યક્રમ થયો હતો. આજે સાંજે ૭.૩૦ કોઠારીયા કોલોની કા રાજાની સન્મુખ શ્રૃંગાર મહાઆરતી થશે. ગૌરી પૂજન થશે. ધર્મપ્રેમીજનોએ પધારવા વિનાયક ગ્રુપ દ્વારા અનુરોધ કરાયો છે.

(3:40 pm IST)