Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

મ્‍યુ. કોર્પોરેશનની આરોગ્‍ય શાખા દ્વારા મચ્‍છર ઉત્‍પતિ અટકાવા મોલ, સરકારી કચેરી, શાળા-કોલેજોમાં ચેકીંગ

રાજકોટ,તા.૬: ચોમાસાની ઋતુ દરમ્‍યાન રાજકોટ શહેરમાં નોંઘપાત્ર વરસાદ થયેલ છે. થોડા સમયના વિરામ બાદ ફરીથી વરસાદ ચાલુ થયેલ છે. સામાન્‍ય રીતે દર વર્ષે સપ્‍ટેમ્‍બર, ઓકટોમ્‍બર માસ દરમ્‍યાન ડેન્‍ગ્‍યુના વધુ કેસો નોંધાતા હોય છે. મચ્‍છર દ્વારા ઇંડા મુકાયા બાદ ૭ થી ૧૦ દિવસ બાદ પુખ્‍ત મચ્‍છર ઉત્‍૫ન્‍ન થાય છે. આ મચ્‍છર ડેન્‍ગ્‍યુ રોગના દર્દીને કરડે તો મચ્‍છર ચેપી બને છે. ત્‍યારબાદ આ ચેપી મચ્‍છર તંદુરસ્‍ત વ્‍યકિતને કરડે તો ૫ થી ૭ દિવસ બાદ તેને રોગના લક્ષણો દેખાય છે, જે સ્‍થળે વધુ સંખ્‍યામાં લોકો આવતા જતા રહેતા હોય ત્‍યાં મચ્‍છરોની ઉત્‍પતિ અટકાવવા માટે તાત્‍કાલિક ધોરણે આવશ્‍યક પગલાઓ લેવા મ્‍યુનિ. કમિશનર ઉદીત અગ્રવાલે અધિકારીઓને આદેશ આપેલ છે. સાથોસાથ લોકો પણ તેમના રહેણાંક, કામકાજના સ્‍થળોએ ભર્યા રહેતા પાણીમાં મચ્‍છરના પોરા ન થાય તેની કાળજી રાખે તેવી હાર્દિક અપીલ કરી છે.

ડેન્‍ગ્‍યુ નો મચ્‍છર (એડિસ) ચોખ્‍ખા પાણીમાં ઈંડામુકે છે. તેના પોરા પાણીમાં ખુણો બનાવીને, જાણે ઊંધે માથે લટકતી સ્‍થિતિમાં તરે છે. તેને નરી આંખે જોઈ શકાય છે. આ મચ્‍છર ટાઈગર મચ્‍છર તરીકે જાણીતો છે, રંગે કાળો અને શરીરના પ્રુશ્‍ઠ ભાગ પર સફેદ રંગના ટ૫કા ધરાવે છે, અને આ મચ્‍છર ચેપી હોય તો ડેન્‍ગ્‍યુનો રોગ ફેલાવે છે. તેની ઉડયન ક્ષમતા ઓછી, આશરે ૧૦૦ મીટર હોવાથી જયાં ઉત્‍પન્ન થાય છે. ત્‍યાંજ રોગ ફેલાવેછે.

ખાસ કરીને સરકારી કચેરી, શાળાઓ અને મોલ વગેરે માં વિશાળ માનવ સમુહ હોય આથી આવી જગ્‍યાઓએ જો મચ્‍છર ઉત્‍પતિના સ્‍થાનો હોય તો એક સાથે એકથી વધુવ્‍યકિતને ડેન્‍ગ્‍યુ રોગ થવાનો જોખમ રહે છે.

ડેન્‍ગ્‍યુ ફેલાવતા એડિસ મચ્‍છર દિવસે જ કરડતા હોવાથી આ સ્‍થળો ૫ર ના કર્મચારી, શાળાના વિદ્યાર્થીઓ તથા મોલ વગેરેમાં આવતા મુલાકાતીઓને ડેન્‍ગ્‍યુ રોગ થવાનો જોખમ છે. સરકારી કચેરી, શાળા, મોલ વગેરેમાં ં ખાસ કરીને મચ્‍છર ઉત્‍પતિ મળી આવે છે.

વગેરેમાં જમા રહેતા પાણીમાં મચ્‍છર ઉત્‍૫તિ થાય છે. આથી શાળાના સંચાલકો, સરકારી કચેરીના અઘિકારી, મોલના સંચાલકોને વિનંતી છે કે આવી તમામ જગ્‍યાઓ તપાસી વરસાદી જમા થતા પાણીનો નીકાલ કરવો તથા મચ્‍છરના પોરા ન થાય તેની તકેદારી રાખો.

મ્‍યુનિ.કમિશનરશ્રીની સૂચના અનુસાર આરોગ્‍ય શાખાની ટીમ દ્વારા આવા તમામ સ્‍થળોએ સઘન ચેકીંગ ઝુંબેશ હાથ ઘરવામાં આવશે.

(3:36 pm IST)