Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

રાજકોટમાં ઘડીક ઝાપટા તો ઘડીક તડકો : ગઈકાલની જેમ આજે પણ સાંજે જમાવટ કરશે?

રાજકોટ : શહેરમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળે છે. આજે પણ ઘડીક ઝાપટુ વરસી જાય છે તો ઘડીકમાં તડકો થઈ જાય છે. ગઈકાલે બપોર બાદથી રાત સુધી હળવા ભારે ઝાપટાનો દોર અવિરત જોવા મળ્‍યો હતો. ગઈસાંજે દોઢથી બે ઈંચ વરસી ગયો હતો. આજે સાંજે પણ મેઘરાજા જમાવટ કરે તેવી સંભાવના છે.

(3:27 pm IST)