Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

મેનેજમેન્ટ એસો. દ્વારા વાર્તાલાય

રાજકોટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા બિયોન્ડ મોટિવેશન ઉપરનો હિતેશભાઇ પરમારનો વાર્તાલાય યોજાયો હતો. જેમાં તેમણે કોને ટ્રેનર કહેવાય અને કોને ફેસીલીટેટર કહેવાય તેનો ભેદ જણાવ્યો હતો. ઇન્ટરર્નલ પ્રોબ્લેમ અને એકસ્ટર્નલ પ્રોબ્લેમ વિશે માહિતી આપેલી. એનાલીસીસ અને રેટીંગ કેમ કરવુ તેની છણાવટ કર્યા બાદ સાયકોલોજીકલ જરૂરીયાત સેફટી જરૂરીયાત, સામાજીક બિલોન્ગીંગ, અએફટીમ, સેલ્ફ એકચ્યુલાઇઝેશન ઉપર વિગતવાર માહિતી આપેલી. કાર્યક્રમમાં સંસ્થાના ચેરમેન ચેતનભાઇ કોઠારી, પ્રમુખ પરાગભાઇ જોબન પુત્રા, વાઇસ પ્રેસીડેન્ટ જવેનભાઇ તથા કલ્પિતભાઇ સંઘવી, સંસ્થાના સેક્રેટરી પરેશભાઇ ગોસાઇ, પાસ્ટ ચેરમેન દિપકભાઇ સચદે, કાઉન્સીલ મેમ્બર રિપલભાઇ પટેલ, સુશીલ નાયડુ, જયત જમુઆર, દિનકર દેસાઇ, જતિન કટારીયા, નિલેશ સચદેવ રામ બચ્છા, ધરતી રાઠોડ તથા બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. અંતમાં આભાર વિધિ સંસ્થાના કાઉન્સિલ મેમ્બર ધરતીબેન રાઠોડે કરી તેમ અશ્વિન ચોટિલયા (મો.૭૭૭૮૮ ૬૮૭૮૮)ની યાદીમાં જણાવાયુ છે.

(3:25 pm IST)
  • આજે ૩૦ જિલ્લાઓમાં હળવાથી મધ્‍યમ વરસાદની આગાહી : અમરેલી, અમદાવાદ, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, દાહોદ, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, કચ્‍છ, ખેડા, મહેસાણા, મહિસાગર, મારવી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્‍દ્રનગર, તાપી અને વડોદરા જિલ્લામાં વરસાદ પડશે. access_time 11:41 am IST

  • દિલ્હી પોલીસના વિશેષ સેલે જેએનયુની વિદ્યાર્થીની અને કહેવાતી રાજકીય કાર્યકર શેહલા રશિદ સામે દેશદ્રોહનો કેસ દાખલ કર્યો છે. રશિદ વિરુદ્ધ આઈપીસી કલમ 124-એ / 153 એ / 153/504/505 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેના પર જમ્મુ-કાશ્મીરની પરિસ્થિતિ અને સૈન્ય વિશે ખોટી માહિતી ટ્વીટ કરવાનો આરોપ છે. સુપ્રીમ કોર્ટના વકીલ અલખ આલોક શ્રીવાસ્તવની ફરિયાદ પર આ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. શેહલાએ પોતાના ટ્વિટર હેન્ડલમાં દાવો કર્યો છે કે સેના જમ્મુ-કાશ્મીરમાં લોકોને બળજબરી કરી રહી છે. access_time 3:39 pm IST

  • પ્રખ્યાત ગાયિકા - કોકિલ કંઠી લતા મંગેશકરને લગતા મોટા સમાચાર સામે આવ્યા છે. સમાચાર મુજબ લતાજીનું ભારત સરકાર દ્વારા ટૂંક સમયમાં મોટું સન્માન કરવામાં આવશે. એક અહેવાલ મુજબ, ભારત સરકાર લતા મંગેશકરને 'ડોટર ઓફ ધ નેશન' એવોર્ડ આપી શકે છે. લતાજી 28 સપ્ટેમ્બરના રોજ 90 વર્ષનાં થઈ રહેવા જઈ રહ્યા છે. આ તકે ભારત સરકાર, સાત દાયકાથી ભારતીય સંગીતમાં યોગદાન પ્રદાન કરવા બદલ વિખ્યાત ગાયીકાનું મોટું સન્માન કરી શકે છે તેમ સુત્રો જણાવે છે. access_time 4:30 pm IST