Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

વિશાળકાય શ્રી વિઘ્ન વિનાશકની વિશાળતાને વધાવીએ

આપણો દેશ ત્યોહારો અને તેની વૈવિધ્યતા અને વિશેષતાથી ભરેલો છે. જેથી દેશમાં અને વિદેશોમાં પણ લોકોને આર્કષણનું કેન્દ્ર બની રહેલ છે. ભારતમાં ઉજવાતા તહેવારો પરંપરાગત તરીકે ઉજવવાની માન્યતા ધરાવે છે. જેથી દરેક ત્યોહારની વિશિષ્ઠતા, માન્યતા અને આનંદની સાથે મળીને સમુહમાં સહભાગી બની દરેક ત્યોહારોને સત્કારે છે.

અત્યારે ભારતમાં અને દેશવિદેશમાં પણ શ્રી ગણપતિજીનો ત્યોહાર ઉજવાય રહ્યો છે. દરેક સત્કાર્યમાં પ્રથમસ્થાને પૂજાતા એવા વિશાળકાય શ્રી વિધ્ન વિનાશકને વંદન કરી એક પ્રેરણાદાયક વ્યકિતત્વમાંથી પ્રેરણા લઇ પાવન બનીએ.શ્રી ગણપતિજીનું પૂર્ણ સ્વરૂપ પ્રેરણાદાયક સ્થાપિત થયેલુ છે. જેનો મહિમા પ્રાચીન કાળથી હજારો વર્ષોથી પ્રમાણીત થયેલો છે. જે પ્રાચીન કાળથી પ્રાપ્ત થયેલ શ્રી ગણપતિની મુર્તિઓ સાક્ષી પુરે છે.

ગણેશપુરાણોમાં ગણેશના આઠ અવતારો જણાવાયા છે અને ચાર વાહનોનું વર્ણન કરેલ છે. જેમ કે મૂષક, સિંહ, મોર, શેષનાગ તે બતાવે છે કે સંજોગો પ્રમાણે સુક્ષ્મતા ધારણ કરવાની શકિત. વાહનો પ્રતિક રૂપે બતાવેલ છે. રાક્ષસોનો વધ એટલે મનના વિકારો, કામ, ક્રોધ, મોહ, લોભ, મળતા અહંકાર, રાગ દ્વેષ જેવા રાક્ષસોનો નાશ કરી વિજય એક પ્રેરણા આપે છે જે પ્રથમ સ્થાન પામવાનું પહેલુ પગથીયું છે.

ગણોમાં નાયક એવા શ્રી ગણપતિને અનેક નામોથી લોકો પૂજા કરે છે. આપશ્રી દેખાવે કદરૂપા હોવા છતા ભગવાન શ્રી ગદાપતિ સ્વરૂપમાં જ્ઞાન સ્વરૂપે સ્થપાયેલ છે. આપશ્રીના જીવનમાં માતા-પિતાની પ્રથમ સ્થાને પૂજા પૃથ્વીની પ્રદક્ષિણા બરાબર તે પ્રેરક બને મહાન ઉદાહરણ લોકો સમક્ષ સ્થાપિત થયેલ છે.

શીરચ્છેદ બતાવે છે કે શીર કરતા પણ કર્તવ્યનું મહત્વ, પદ, પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા કર્તવ્યનિષ્ઠ ની પુરી પ્રમાણીકતા હોય તો જ પ્રથમસ્થાને દાદા જેવુ પદ પ્રાપ્ત શકય છે.

દંતશુળ એટલે પવિત્રતાનુ પ્રતીક અને તેથી જ તેનો ઉપયોગ સ્ત્રીના આભૂષણોમાં થાય છે. ગજાનંદ એટલે મોટુ માથુ અને હાથીનુ માથુ એટલે કે બુધ્ધિમતા હાથીની જેમ ધૈર્યતા, ગંભીરતા, ધીમી ચાલ, મોટુ માથુ પદ પ્રતિષ્ઠા, માભો માટે ગજાનંદ જેવા બનવુ.

સુંઢ એટલે કે નાક મોટુ જે બતાવે છે. સમાજમાં ઉંચુ સ્થાન, નાકની આજુબાજુ દંતશુળ જેવી પવિત્રતા હંમેશા રાખો એટલે નાકનું સ્થાન કાયમ ઉંચુ રહેશે જ. જીણી જીણી આંખો જે વિચારશીલ અને દિર્ઘદ્રષ્ટિથી જોવુ જે દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવી જરૂરી છે.

સુપડા જેવા કાન સારૂ સાંભળવુ અને નકામુ ફેંકી દેવુ. શરીર ઉપર એટલે વિશાળ પેટ, સમાવવાની શકિત અને વિશાળતા શરીર ઉપર દોરી એટલે ઇશ્વર સાથે બંધાયેલુ રહેવુ. એક પગ પૃથ્વી પર એટલે પૃથ્વી તત્વનું મહત્વ. ઉંદરનું વાહન એટલે મોહ જાળને કાપતા રહેવુ. કાર્યશીલ રહેવુ પગ પાસે રિધ્ધિ સિધ્ધિ એટલે જ્ઞાનને હંમેશા સાથે રાખવુ. શ્રી ગણપતિની ગુણોને આપણા જીવનમાં ધારણ કરી ગુણોની મુર્તી બનીને પ્રથમ સ્થાન સ્થાપીત કરવા સમર્થ થઇએ અને મોદક જેવા મીઠા ફળ પ્રાપ્ત કરી દેહ વિસર્જન પહેલા સદગુણોની મુર્તિ બની સંભારણુ બની રહીએ અને વિશાળકાય, ગુણોના ભંડાર, શ્રી ગણપતિને વંદન કરી વિશાળતાને વધાવીએ.

રચયિતા મૃદુલા એમ.ઠકકર ફોન-૦૨૮૧-૨૨૨૪૮૨૮, રાજકોટ

(12:03 pm IST)