Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

ખોડલધામ ટ્રસ્ટના નેજા હેઠળ રાજકોટના ચારેય ઝોનમાં નવરાત્રી મહોત્સવ

નોર્થ ઝોનમાં નાના મૌવા સર્કલ, ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે, વેસ્ટ ઝોનમાં રામધણ પાછળ મવડી ખાતે, સાઉથ ઝોનમાં શેઠ હાઇસ્કુલ મેદાન ૮૦ ફુટ રોડ ખાતે, ઇસ્ટ ઝોનમાં શ્રી રણછોડદાસબાપુ આશ્રમ વંડો, કુવાડવા રોડ ખાતે જાજરમાન આયોજન : પાસ વિતરણ માટે કાર્યાલયો શરૂ : પારીવારીક આયોજન : ફુલ સીકયુરીટી વ્યવસ્થા

રાજકોટ તા. ૬ : આગામી તા. ૨૯ સપ્ટેમ્બરથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ સર્વે સમાજના ભાઈઓ-બહેનો પારિવારિક માહોલમાં ગરબે રમીને આદ્યશકિતની આરાધના કરી શકે તે માટે શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા નવરાત્રિ મહોત્સવનું જાજરમાન આયોજન કરાયું છે.

ખોડલધામ ટ્રસ્ટ દ્વારા રાજકોટ શહેરના અલગ અલગ ચાર ઝોનમાં નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ નવરાત્રિ મહોત્સવ યોજાશે. અદ્યતન સાઉન્ડ સિસ્ટમ, વિશાળ મેદાન, લાઈટીંગ, બહેનોની સંપૂર્ણ સુરક્ષા અને પારિવારિક માહોલમાં તા. ૨૯ સપ્ટેમ્બરથી ૮ ઓકટોબર સુધી યોજાનાર આ નવરાત્રિ મહોત્સવમાં દેશ-વિદેશમાં ખ્યાતિ મેળવનાર ગાયક કલાકારો રાસ-ગરબાની રમઝટ બોલાવી ખેલૈયાઓને ગરબે રમાડશે.

ખોડલધામ નવરાત્રિ મહોત્સવની ટીમ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બહેનો-દીકરીઓ પારિવારિક માહોલમાં સુરક્ષિત રીતે ગરબે રમી શકે તે માટે સિકયુરીટી, સીસીટીવી કેમેરા, વિશાળ પાર્કિંગ ઉપરાંત સ્વયંસેવકોની પણ મોટી સંખ્યામાં વ્યવસ્થા કરાઈ છે.

રાજકોટ નોર્થ ઝોનઃ ખોડલધામ નવરાત્રિ મહોત્સવ નોર્થ ઝોન દ્વારા ૧૫૦ ફૂટ રીંગ રોડ પર નાના મૌવા સર્કલના ખુણા પર એચ.પી પેટ્રોલપંપની બાજુમાં આવેલા મેદાનમાં આયોજન કરાયું છે. આ વર્ષે ગરબાના સ્પેશિયલ સીંગર તરીકે યુનુસ શેખ, હીના મીર, જય દવે, આરતી ભટ્ટ, હાર્દિક ડોડીયા અને એન્કર તરીકે મીરા દોશી મણીયાર જોડાશે. આ જાજરમાન આયોજન માટે અત્યારથી જ પાસ મેળવવા લોકોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ખેલૈયાઓએ પાસ મેળવવા માટે શ્રી ખોડલધામ કાર્યાલય નોર્થ ઝોન, રાજનગર ચોક, એસબીઆઈ બેંકની સામે, ગ્લોબલ હોસ્પિટલની બાજુમાં, રાજકોટ ખાતે મો. ૯૮૭૯૬ ૭૦૧૪૯ અથવા ગુંજન વિહાર ગેટ-૧ સામે, પાટીદાર ચોકની બાજુમાં, સાધુ વાસવાણી રોડ, રાજકોટ મો. ૯૮૯૮૯ ૫૩૫૩૫, ૯૮૨૫૩ ૭૦૨૬૨ અથવા ઘનશ્યામનગર-૧,  મોહનપ્લાઝા એપાર્ટમેન્ટની સામે, ચિત્રકુટધામ સોસાયટીની બાજુમાં, કાલાવાડ રોડ, રાજકોટ મો. ૯૮૨૫૦ ૭૯૧૩૯, ૯૪૨૭૨ ૫૪૫૮૩ અથવા દિનદયાળ ઉપાધ્યાય માર્ગ, રાધાનગર મેઈન રોડ, રાધાનગર શેરી નં-૩, રાધે ડ્રેસીસ, મો.૯૪૨૭૨ ૦૯૭૦૭, ૯૬૨૮૨ ૭૬૦૬૦ પર સંપર્ક કરવા જણાવાયુ છે.

રાજકોટ વેસ્ટ ઝોનઃ ખોડલધામ નવરાત્રિ મહોત્સવ વેસ્ટ ઝોન દ્વારા પ્રગટેશ્વર મહાદેવ મંદિરની સામે, રામધણ પાછળ, ૮૦ ફૂટ રોડ, મવડી, રાજકોટ ખાતે ભવ્ય નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું છે. વેસ્ટ ઝોન આયોજિત ખોડલધામ નવરાત્રિ મહોત્સવમાં સીંગર નિશાંત જોશી, પૂજા ચૌહાણ, ઉર્વી પૂરોહિત, અમિતા પટેલ, અનિલ પટેલ અને એન્કર તરીકે ડો. ઉત્પલ જીવરાજાની રાસ-ગરબાની રમઝટ બોલાવશે.

આ નવરાત્રિ મહોત્સવના પાસ મેળવવા માટે શિવાલય કોમ્પલેક્ષ, જીથરીયા હનુમાન સામે, મવડી મેઈન રોડ ખાતે મો. ૯૮૭૯૭ ૯૯૩૩૩ અથવા ફેમિલી શોપ, મવડી બાયપાસ, બાપા સિતારામ ચોક પાસે, રીયલ પ્રાઈમની સામે, મવડી, ખાતે મો.૭૮૭૮૮ ૧૧૮૧૧ અથવા ખોડલ મોબાઈલ ઝોન, શ્રીનાથજી કોમ્પલેક્ષ, બાલાજી મેડિકલની પાછળ, બાલાજી હોલ પાસે, ૧૫૦ ફૂટ રીંગ રોડ, મો.૯૦૩૩૫ ૫૫૫૫૪ અથવા ગેલેક્ષી મોબાઈલ, ગ્રીન પાર્ક સામે, મવડી મેઈન રોડ,  મો.૯૯૯૮૪ ૩૬૩૪૬ અથવા ઓમ ટેકસ કન્સલટન્ટ, ૨૦૩, રોટેક કોર્નર, ખોડલ ચોક, ૮૦ ફૂટ રોડ, પુનિત નગર પાછળ મો.૯૯૭૮૫ ૧૮૬૨૮ ઉપર સંપર્ક સાધવા જણાવાયુ છે.ઉપરાંત WWW.KHODALDHAM WESTZONE.ORG પર ઓનલાઈન બુકિંગ થઈ શકશે.

રાજકોટ સાઉથ ઝોનઃ ખોડલધામ નવરાત્રિ મહોત્સવ સાઉથ ઝોન દ્વારા પી એન્ડ ટી.વી. શેઠ હાઈસ્કૂલ, ૮૦ ફૂટ રોડ, ભકિતનગર સર્કલ પાસે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

સાઉથ ઝોન આયોજિત નવરાત્રિ મહોત્સવના પાસ મેળવવા માટે શ્રી ખોડલધામ સાઉથ ઝોન કાર્યાલય, કોઠારીયા રોડ, દેવપરા શાકમાર્કેટ સામે, એકોર્ડ મોલની બાજુમાં, રાજકોટ ખાતે મો.૯૮૨૪૨ ૪૧૭૮૭, ૯૭૨૩૭ ૭૧૧૭૯ અથવા કૈલાશ ડેરી ફાર્મ, નંદા હોલ ચોક, કોઠારીયા રોડ અથવા અમૃત પાન, ખોડીયાર સોસાયટી મેઈન રોડ, અર્જુન પાર્ક સામે, કોઠારીયા રોડ અથવા માતૃશ્રી વિદ્યામંદિર, કોઠારીયા ચોકડી, કોઠારીયા ગામ અથવા લક્ષ્ય પાન, શ્રદ્ઘા પાર્ક મેઈન રોડ, મનહર સ્કૂલની બાજુમાં, સરદાર ચોક અથવા રૂષી ફેશન ઝોન, ગુંદાવાડી મેઈન રોડ, ચોરાની બાજુમાં અથવા ડ્રેસ્ટીની ડ્રેસીસ, હરી ઘવા રોડ, સોહમ ફાસ્ટફૂડની બાજુમા સંપર્ક કરવા જણાવાયુ છે.

રાજકોટ ઈસ્ટ ઝોનઃ ખોડલધામ નવરાત્રિ મહોત્સવ ઈસ્ટ ઝોન દ્વારા નવરાત્રિ મહોત્સવ રણછોડદાસ બાપુ આશ્રમનો વંડો, સિદ્ઘિ વિનાયક પાર્કની સામે, કુવાડવા રોડ પર જાજરમાન આયોજન કરાયું છે. જેમાં સીંગર તરીકે નીરવ રાયચુરા, કવિતા ઝાલા, પ્રકાશ પરમાર, ઈમરાન કાન્યા અને એન્કર તરીકે આર.જે. વિનોદ જોડાશે.

ઈસ્ટ ઝોન આયોજિત ખોડલધામ નવરાત્રિ મહોત્સવના પાસનું બુકિંગ કરાવવા ખોડિયાર જવેલર્સ, પાણીનો ઘોડા પાસે અથવા મહાકાલેશ્વર મહાદેવ મંદિર, કુવાડવા રોડ, ડી-માર્ટ વાળો ૫૦ ફૂટ રોડ, રાજકોટ ખાતે મો.૯૮૨૫૨ ૧૬૧૭૬, ૯૭૨૭૧ ૦૦૦૦૩ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(12:01 pm IST)