Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

રાજકોટ જિલ્લાના દિવ્યાંગ ખેલાડીઓ માટે ઓકટોબરમાં સ્પે. ખેલ મહાકુંભ

વિવિધ સંસ્થાઓ - શાળાઓએ ફોર્મ ભરી દેવા

રાજકોટ, તા. ૬ : ગુજરાત સરકારના રમત - ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હેઠળની સ્પોટ્ર્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજીત અને જીલ્લા વહીવટી તંત્ર રાજકોટના સક્રિય સહયોગથી રાજકોટ (ગ્રામ્ય)ની આ કચેરી દ્વારા સંચાલિત દિવ્યાંગ ખેલાડીઓ માટે (૧) માનસિક ક્ષતિગ્રસ્ત (એમ. આર.) (૨) શારીરીક ક્ષતિવાળા (ઓ.એચ) (૩) અંધજન (બ્લાઈન્ડ) અને (૪) શ્રવણમંદ ક્ષતિવાળા (બહેરા) દિવ્યાંગ ખેલાડીઓ માટે ''સ્પે. ખેલ મહાકુંભ-૨૦૧૮''ની વિવિધ રમતોની સ્પર્ધાઓનું આયોજન, સંચાલન વિવિધ વયજૂથના દિવ્યાંગ ખેલાડી ભાઈઓ બહેનો માટે આગામી ઓકટોબરના અંતિમ સપ્તાહમાં કરાયુ છે.

સ્પે. ખેલ મહાકુંભ-૨૦૧૮માં ભાગ લેવા ઈચ્છુક શહેર અને જીલ્લાની (૧) માનસિક ક્ષતિગ્રસ્ત સંસ્થા (૨) શારીરીક ક્ષતિગ્રસ્ત સંસ્થા (૩) અંધજન સંસ્થા અને (૪) શ્રવણમંદ ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ/ શાળાઓ તેમજ ઉપયુકત ક્ષતિ ધરાવતા શહેર અને જીલ્લાના દિવ્યાંગ ખેલાડી ભાઈઓ - બહેનોએ સ્પે. ખેલ મહાકુંભની વધુ માહિતી અને પ્રવેશ ફોર્મ માટે જીલ્લા રમત ગમત અધિકારીની કચેરી રાજકોટ (ગ્રામ્ય), ૫/૫ બહુમાળી ભવન રેસકોર્ષ પાસે, રાજકોટ (ફોન-૦૨૮૧-૨૪૪૦૦૮૧) ખાતે સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(4:52 pm IST)