Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

તિનપત્તી અને ઘોડીપાસાનો જૂગાર રમતાં ૨૬ પકડાયાઃ ૧.૫ લાખની રોકડ કબ્જે

બી-ડિવીઝન પોલીસના રોહિદાસપરા, ગણેશ પાર્ક અને અમરનાથ પાર્કમાં તથા આજીડેમ પોલીસે રણુજાધામ સોસાયટીમાં દરોડા પાડ્યા

રાજકોટ તા. ૬: બી-ડિવીઝન પોલીસે ત્રણ સ્થળે દરોડા પાડી તિનપત્તી અને ઘોડીપાસાનો જૂગાર રમતાં ૧૮ શખ્સોને પકડી લઇ રૂ. ૬૫૭૦૦ની રોકડ કબ્જે લીધી હતી. જ્યારે આજીડેમ પોલીસે એક દરોડામાં રૂ. ૩૯૬૦૦ની રોકડ સાથે ૮ને પકડયા હતાં. કુલ ચાર દરોડામાં ૨૬ શખ્સો પકાડાયા હતાં અને ૧,૦૫,૩૦૦ની રોકડ કબ્જે થઇ હતી.

બી-ડિવીઝન પોલીસના ત્રણ સ્થળે દરોડા

કુવાડવા રોડ રોહિદાસપરામાં બી-ડિવીઝન પોલીસે દરોડો પાડી ગોૈતમ હીરાભાઇ સારેસા (ઉ.૨૭-રહે. રોહિદાસપરા-૧૧/૧૨), જીજ્ઞેશ કિશોરભાઇ સાગઠીયા (ઉ.૨૬-રહે. રોહિદાસપરા-૪), રમેશ મુળજીભાઇ સાગઠીયા (ઉ.૪૫-રહે. રોહિદાસપરા-૫), પ્રતાપ જીવણભાઇ સાગઠીયા (ઉ.૨૫-રહે. રોહિદાસપરા-૨), રાજેશ ડાયાભાઇ પરમાર (ઉ.૩૨-રહે. શાપર સર્વોદય સોસાયટી)ને ઘોડીપાસા રમતાં પકડી લઇ રૂ. ૩૦૪૦૦ તથા બે નંગ ઘોડીપાસા કબ્જે લીધા હતાં. દરોડો પડતાં અબ્દુલ રજાકભાઇ સૈયદ ભાગી ગયો હતો. આ દરોડો કોન્સ. અજીતભાઇ, પ્રકાશભાઇ અને મહેશભાઇની બાતમી પરથી પાડવામાં આવ્યો હતો.

બીજા દરોડામાં મોરબી રોડ ગણેશ પાર્ક-૧માં રહેતાં સોહિલ હારૂનભાઇ પીંજારા  (ઉ.૨૯)ના ઘરમાં દરોડો પાડી તેને તથા ભરત રામભાઇ ડાંગર (ઉ.૩૧-રહે. ગણેશ પાર્ક-૧), ઇમરાન ગુલાબભાઇ ગોરી (ઉ.૩૦-રહે. ગણેશ પાર્ક-૧), અજીત ગુલાબભાઇ ગોરી (ઉ.૨૮), સિધ્ધાર્થ જગદીશભાઇ પરમાર (ઉ.૨૬-રહે. ગાંધી વસાહત), સલિમ ગુલાબભાઇ ગોરી (ઉ.૩૦-રહે. ગણેશ પાર્ક-૧) તથા જગદીશ વશરામભાઇ પરમાર (ઉ.૩૨-રહે. મવડી ચોકડી મધુરમ્ સોસાયટી-૨)ને તિનપત્તી રમતાં પકડી લઇ રૂ. ૯૩૦૦ કબ્જે લીધા હતાં.

ત્રીજા દરોડામાં પોલીસે કુવાડવા રોડ મારૂતિનગર પટેલ ચોકમાં રહેતાં હિરેન મનજીભાઇ પીપળીયા (પટેલ) (ઉ.૨૬) હસ્તકની અમરનાથ પાર્કમાં આવેલી પાયલ સ્કૂલની ઓરીડીમાં દરોડો પાડી તેને તથા હસમુખ માવજીભાઇ ચોૈહાણ (ઉ.૨૦-રહે. બજરંગ પાર્ક-૪, મોરબીરોડ), રાજેશ મનહરદાસ દેવમુરારી (ઉ.૩૫-રહે. રામ પાર્ક પાસે જીવાભાઇના મકાનમાં), જયદિપ કાથડભાઇ સોસા (ઉ.૨૨-રહે. રામ પાર્ક પાસે મોરબી રોડ)ને તિનપત્તી રમતાં પકડી લઇ રૂ. ૨૬ હજારની રોકડ કબ્જે લીધી હતી.

પી.આઇ. આર. એસ. ઠાકરની રાહબરીમાં ઉપરોકત દરોડાની કામગીરીમાં પીએસઆઇ એમ. એફ. ડામોર, એએસઆઇ મહેશગીરી ગોસ્વામી, હેડકોન્સ. હિતુભા ઝાલા, કોન્સ. અજીતભાઇ લોખીલ, એભલભાઇ બરાલીયા, મનોજભાઇ મકવાણા, પ્રકાશભાઇ ખાંભરા, મહેશભાઇ ચાવડા અને કિરણભાઇ પરમાર સહિતની ટીમ જોડાઇ હતી.

આજીડેમ પોલીસે ૮ પત્તાપ્રેમીને પકડ્યા

આજીડેમ પોલીસે હેડકોન્સ. કનકસિંહ સોલંકી, મહિપાલસિંહ ઝાલાની બાતમી પરથી રણુજાધામ સોસાયટી પાવર સ્ટેશન પાછળ ૪૮ વારીયામાં રહેતાં અફરોઝ રફિકભાઇ માણસી (મીર) (ઉ.૨૬)ના ઘરમાં દરોડો પાડી તેને તથા ઇસ્માઇલ દાઉદભાઇ દલ (ઉ.૪૧), રફિક હુશેનભાઇ દલ (ઉ.૪૬), જીજ્ઞેશ કિરીટભાઇ પૂજારા (ઉ.૩૨), હારૂન અબ્દુલભાઇ માણસી (ઉ.૪૨), રમેશ ગગજીભાઇ ગોહેલ (ઉ.૫૨), ભાવેશ હરદાસભાઇ સોજીત્રા (ઉ.૩૩) અને નિતીન ઉર્ફ નિતેશ કાનજીભાઇ અકબરી (ઉ.૩૫)ને તિનપત્તી રમતાં પકડી લઇ રૂ. ૩૯૬૦૦ની રોકડ કબ્જે લીધી હતી.

પી.આઇ. પી.એન. વાઘેલાની રાહબરીમાં પીએસઆઇ કે. જી. સિસોદીયા, કનકસિંહ, મહિપાલસિંહ, જયદિપસિંહ બોરાણા, પરેશભાઇ સાંગાણી અને શૈલેષભાઇ ભીંસડીયા આ દરોડામાં જોડાયા હતાં.

(4:27 pm IST)