Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

રાજકોટ સહિત ઠેર-ઠેરથી અભિનંદનનો ધોધ, અનુપમસિંહ ગેહલોત વિદેશ હોવાથી જન્મદિવસની શુભેચ્છા ન સ્વીકારવા બદલ દિલગીરી વ્યકત કરી

રાજકોટના પૂર્વ પોલીસ કમિશ્નરે તમામ શુભેચ્છકોનો દિલથી આભાર વ્યકત કર્યો

રાજકોટ, તા. ૬ :. રાજકોટના લોકપ્રિય પૂર્વ પોલીસ કમિશ્નર અને હાલમાં વડોદરાના પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવતા અનુપમસિંહ ગેહલોતનો ગઈકાલે જન્મ દિવસ હોવાથી રાજકોટની પ્રજા સાથે દૂધમાં સાકરની માફક ભળી ગયેલા રાજકોટના ટોચના ઉદ્યોગપતિથી લઈ અદના માનવી સુધીના લોકોએ અભિનંદનનો ધોધ વહેવડાવ્યો હતો, પરંતુ અનુપમસિંહ ગેહલોત વિદેશ ૧૫ દિવસની તાલીમનો છેલ્લો દિવસ હોવાથી તેઓ માટે જન્મ દિવસની શુભેચ્છા સ્વીકારી સામો પ્રત્યુત્તર આપવાનું શકય બન્યુ ન હતું.

અત્રે એ યાદ રહે કે સાઉથ કોરીયા ખાતે વિશ્વના ટોચના પોલીસ અધિકારીઓનો તાલીમ વર્કશોપ યોજવામાં આવેલ. ભારતમાંથી ૧૦ પોલીસ ઓફિસરોની અને ગુજરાતમાંથી ૧ માત્ર અનુપમસિંહ ગેહલોતની પસંદગી થઈ હોવાથી રાજકોટને પોતાનું બીજુ વતન માનતા આ અધિકારીની પસંદગીથી રાજકોટની પ્રજામાં આમેય ખુશીની લહેર હતી. વધારામાં તેમના જન્મ દિવસ નિમિતની સોનામાં સુગંધ ભળી હતી. અનુપમસિંહ ગેહલોત ૧૫ દિવસ બાદ આજે જ ભારત (વડોદરા) પરત ફરી તમામની શુભેચ્છાઓ મોબાઈલ સંદેશ મારફત તથા ટેલીફોનીક સંદેશ મારફત મળેલી શુભેચ્છાઓ નિહાળી હતી. અકિલા સાથેની વાતચીતમાં આ સિનીયર આઈપીએસ અધિકારીએ લોકોના આવા પ્રેમ બદલ ગળગળા થઈ પોતે વિદેશ હોવાથી અને છેલ્લા દિવસે વિદાયમાન સહિતના મહત્વની તાલીમનો છેલ્લો દિવસ હોવાથી પોતે પ્રત્યુત્તરવાળી ન શકયા તે બદલ દિલગીરી વ્યકત કરી સહુનો અકિલાના માધ્યમથી આભાર માન્યો હતો.

(4:25 pm IST)