Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

ડાયાબીટીસ હોવાથી બાયસર્જરીનો ખર્ચ નામંજુર કરી શકાય નહિઃ મહત્વનો ચુકાદો

રાજકોટ તા.૬: ડાયાબીટીસ હોવા માત્ર થી બાય સર્જરીનો ખર્ચ નામંજુર કરી શકાય નહી તેવો કન્ઝુમર ફોરમ, રાજકોટ મહત્વનો ચુકાદો આપેલ હતો.

આ કેસની ટુંકમાં હકિકત એવા પ્રકારની છે કે, ફરીયાદી ચંન્દ્રેશભાઇ પારેખે ઓરીયન્ટલ ઇન્સ્યુરન્સ કાું. પાસે થી ફેમીલી ફલોટર પોલીસી લીધેલ હતી અને છેલ્લા ૨૦ વર્ષથી તેઓ વિમા કાું.ના ગ્રાહક છે અને પ્રિમીયમ ભરે છે.

આ ફરીયાદીને હાર્ટમાં તકલીફ થતા તેમણે પ્રથમ રાજકોટમાં જલારામ હોસ્પીટલમાં સારવાર કરાવેલ અને ત્યારબાદ અમદાવાદ ખાતેની સાલ હોસ્પીટલમાં ઓપરેશન કરાવેલ જે તમામનો ખર્ચ રૂ.૨,૭૫,૦૦૦ જેવો થયેલ હતા. આ ફરીયાદીએ વિમા કાું.પાસે તમામ બીલો સબમીટ કરેલ, પરંતુ વિમા કાું.એ માત્ર રૂ.૧,૫૦,૦૦૦નું બીલ મંજુર કરેલ અને બાકી રકમના નામંજુર કરેલ અને તે માટે એવું કારણ આપવામાં આવેલ કે દર્દી તપાસ વખતે ડાયાબીટીસ માલુમ પડેલ હોવાથી માત્ર રૂ.૧,૫૦,૦૦૦ નો જ કલેઇમ મંજુર થયેલ આમ કરી બાકીનો કલેઇમ વિમા કંપનીએ નામંજુર કરેલ આથી વિમા કાું. ના આ કૃત્ય થી નારાજ થઇ ફરીયાદીએ રાજકોટના એડવોકેટ શ્રી ગાર્ગીબેન ઠાકર દ્વારા રાજકોટ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ, સમક્ષ ફરીયાદ દાખલ કરેલ હતી.

આ ફરીયાદમાં રજુ થયેલ ડોકટરી સર્ટીફીકેટ લેબોરેટરીના રીપોર્ટ તથા દસ્તાવેજો અને પોલીસીની વિગતોને ધ્યાને લઇ તથા ફરીયાદીના એડવોકેટ શ્રી ગાર્ગીબેન ઠાકરની દલીલોને ધ્યાને લઇ ફરીયાદીની અરજી મંજુર કરી વિમા કાું. ને રૂ.૧,૨૫,૦૦૦/- ૭ ટકાના વ્યાજ સાથે ચુકવી આપવાનો મહત્વનો હુકમ ફરમાવેલ છે. તેમજ રૂ.૨૦૦૦ અલગથી વળતર તથા રૂ.૧૦૦૦ ખર્ચના પણ ચુકવી આપવા અલગ થી હુકમ ફરમાવેલ છે.

આ ચુકાદો દરેક વિમા કાંુ ના ગ્રાહકને ફાયદારૂપ થશે.

આ કામના ફરીયાદી વતી રાજકોટના એડવોકેટ શ્રી જી.આર.ઠાકર તથા ગાર્ગીબેન ઠાકર, મિલન દુધાત્રા રોકાયેલ હતા.(૩.૯)

(4:05 pm IST)