Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

કલેકટરનો સપાટોઃ બાયોડીઝલ-LDO ના નમુના ફેઇલ જતા ૮ સામે ફોજદારી કરવા આદેશોઃ બેના ૯૦ દિ' લાયસન્સ સસ્પેન્ડ

ધોરાજી-ઉપલેટા પંથકમાં સીયારા ટ્રેડીંગ-રામ પેટ્રોલીયમ-હિન્દુસ્તાન એજન્સીમાં દરોડા પડાયા હતા

રાજકોટ તા.૬: રાજકોટ કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ ચોક્કસ બાતમી બાદ ધોરાજી-ઉપલેટા પંથકમાં દરોડા પડાવી ગેરકાયદેસર બાયોડીઝલ અને એલડીઓનો જથ્થામાં પેટ્રોલીયમ પ્રોડકટસની ભેળસેળ કરતા હોવાની વીગતો સંદર્ભે ૩૩ લાખનો જથ્થો અને ટેન્કર સીઝ કરી નમુના લેબોરેટરીમાં મોકલ્યા હતા, જે નમુના ફેઇલ જતા કુલ ૮ સામે ફોજદારી કરવા આદેશો કરાયા હતા.

ઉપરોકત ત્રણેય પેઢીમાં બાયો ડીઝલ તેમજ એલ.ડી.ઓ. ના હાજર જથ્થામાંથી નમુના લેવામાં આવતા નમુનાઓ પૃથ્થકરણ માટે ડાયરેકટક ઓફ ફોરેન્સિક, ગાંધીનગરને મોકલવામાં આવેલ હતા. રીપોર્ટની વિગતે નમુના નાપાસ થતા ઉપરોકત ત્રણેય ભાગીદારો તેમજ વહીવટકર્તા સામે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ ૧૯૫૫ની કલમ ૩ ના ભંગ બદલ કલમ ૭ હેઠળ પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે મામલતદારરીને અધિકૃત કરવામાં આવેલ છે. આ ઉપરાંત શ્રી રામ પેટ્રોલીયમ, ધોરાજી તથા હિન્દુસ્તાન એજન્સીઝ, ધોરાજીના જથ્થાબંધ પરવાના ૯૦ (નેવુ) દિવસ માટે તાત્કાલીક અસરથી મોકુફ રાખતા હુકમો કરાયા છે.

 

(12:04 pm IST)