Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

હાલ ૬ પ્લોટ નહિ વેચાતા ૧૮ લાખનું નુકશાનઃ જો કે તે સામે અપસેટપ્રાઇઝ રપ હજાર વધારી દેવાતા ૧૦ લાખની બેઠી આવક થઇ ગઇ

હાલ ૬ પ્લોટ નહિ વેચાતા ૧૮ લાખનું નુકશાનઃ જો કે તે સામે અપસેટપ્રાઇઝ રપ હજાર વધારી દેવાતા ૧૦ લાખની બેઠી આવક થઇ ગઇ : બાકી રહેલા ૬ પ્લોટનું શું કરવુ તે અંગે કલેકટરના માર્ગદર્શન બાદ નિર્ણયઃ ૬ પ્લોટ માટે કોઇ વેપારી આગળ ન આવ્યા કુલ ૪૪ સ્ટોલમાંથી ૩૮ સ્ટોલ વેચાતા તંત્રને ૧ કરોડ ૯ લાખ ૯પ હજારની આવકઃ હરરાજીમાં ભાગ લેવા સ્ટોલ ઇચ્છુકોએ અપસેટ પ્રાઇસ કરતા માંડ ર થી ૧૦ હજારની વધુ બોલી લગાવીઃ કાર્ટેલ ફરી લેવાઇ!!

રાજકોટ, તા., ૬: રંગીલા રાજકોટમાં બે વર્ષના અંતરાલ  બાદ ૧૭ ઓગષ્ટથી વર્ષ ર૦રરના લોકમેળાનું આયોજન થવા જઇ રહયું છે. ત્યારે જીલ્લા વહીવટી તંત્ર મેળા સમીતી દ્વારા લોકમેળામાં યાંત્રીક પ્લોટની હરરાજી હાથ ધરવામાં આવી હતી. જેમાં ગઇકાલે ર૮ પ્લોટની હરરાજી સાથે વહીવટી તંત્રને રૃપીયા ૮૧ લાખ ૧૦ હજારની આવક ઉપજી હતી. આજે બાકી રહેલા ૧૬ પ્લોટની હરરાજી પુનઃ શરૃ કરાતા ધડાધડ ૧૦ પ્લોટ વેચાઇ જતા તેની આવક ર૮ લાખ ૮પ હજાર ઉપજી હતી. આમ બે દિવસમાં તંત્રને ૩૮ પ્લોટ સ્ટોલની ૧ કરોડ ૯ લાખ ૯પ હજારની તોતીંગ આવક થઇ છે. હજુ ૬ પ્લોટ બાકી રહયા છે. તેનું કોઇ લેવાલ ન થતા તે વેચાયો વગરના રહયા છે. રાજકોટના લોકમેળામાં પહેલી વખત એવુ બન્યુ છે કે યાંત્રીકના ૬ સ્ટોલ વેચાયા વગરના રહયા હોય, આ પ્લોટ નહી વેચાતા અપસેટ પ્રાઇઝ ૩ લાખ ગણતા ૧૮ લાખની હાલ ખોટ ગઇ છે. જો કે તે સામે આ વખતે અપસેટ પ્રાઇઝ રપ હજાર વધારી ૩ લાખ કરી નખાતા ૯ લાખ પ૦ હજાર બેઠે બેઠે વધારી આવી ગયા છે. હરરાજીમાં ૩૮ પ્લોટમાં અપસેટ પ્રાઇઝ કરતા ર થી ૧૦ હજાર જેવી રકમ વધારે આવી છે. હાલ જે ૬ પ્લોટ બાકી રહી ગયા છે તેનું શું કરવું  તે હવે સીટી પ્રાંત-૧ કલેકટરશ્રીનું માર્ગદર્શન લઇ નિર્ણય કરશે. ટુંકમાં મેળો હવે રંગીલો બની જશે.

(4:03 pm IST)