Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

મનપાની ફુડ શાખા આરટીઓ કચેરી વિસ્તારમાં ત્રાટકીઃ ૧૪ ખાણીપીણીનાં ધંધાર્થીને ત્યાં ચેકીંગ

૧૩ નમૂનાની સ્થળ પર ચકાસણી : કનેરીયા ઇન્ડસ્ટ્રીઝમાંથી સિંગતેલનો નમૂનો લેવામાં આવ્યો

રાજકોટ , તા.૬: મનપાની ફુડ શાખા દ્વારા શહેરીજનોના જનઆરોગ્ય હિતાર્થે વિવિધઙ્ગ વિસ્તારની ખાદ્ય પદાર્થના વેપારીઓને ત્યાં ચકાસણી કરવામાં આવી રહી છે. જે અન્વયે આર.ટી.ઓ કચેરી વિસ્તારમા ૧૩ સ્થળોએ ચકીંગ હાથ ધરવામાં આવ્યુ હતું. તેમજ કનેરીયા ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાંથી સિંગતેલ ટાંકા માંથી (લુઝ) નમુના લેવામાં આવ્યા છે.

આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ ફુડ શાખા દ્વારા કરવામાં આવેલ કામગીરીની વિગત આ મુજબ છે.

ચકાસણીઃ આર. ટી. ઓ. કચેરીની બાજુમાં શિવમ સોસાયટી વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવેલ. ૧૪ ખાણીપીણીના ધંધાર્નીથીને ત્યાં ચકાસણી કરવામાં આવેલ આ ચકાસણી દરમ્યાન વેંચાણ થતાં દૂધ, દૂધની બનાવટ, મસાલા તથા ઉપયોગમાં લેવાતા ખાધ્ય તેલ વિગેરેના કુલ ૧૩ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.નમુના લેવાયાઃ ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ મુજબ કનેરીયા ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ, સમ્રાટ ટોન્ડ એસ્ટેટ, શેરી નં. ૨, ગોકુળ ધામની બાજુમાં, ડો. વિક્રમ સારાભાઈ માર્ગ, ખાતેથી સિંગતેલ ટાંકા માંથી (લુઝ) નમુના લેવામાં આવ્યા છે.

(3:56 pm IST)