Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

રાજકોટ જીલ્લાના લાલપરી ઉપર ધોધમાર ૧ ઇંચ અન્‍ય ડેમો ઉપર ઝાપટા પડયા

રાજકોટ, તા. ૬ : રાજકોટ જિલ્લાના વિવિધ જળાશયોના કેચમેન્‍ટ વિસ્‍તારમાં વરસાદ પડ્‍યો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન મોજ ડેમમાં ૧૫ મી.મી., ફોફળ ડેમમાં ૯ મી.મી., આજી-૨, ન્‍યારી-૨ ડેમ અને માલગઢ ડેમમાં ૧૦ મી.મી., ડોંડી ડેમ અને લાલપરી ડેમમાં ૩૦ મી.મી., ગોંડલી ડેમ, વાછપરી ડેમ, ઈશ્વરીયા ડેમ અને કરમાળ ડેમમાં ૦૫ મી.મી. વરસાદ થયો છે. તેમ રાજકોટ સિંચાઈ વર્તુળ પૂર એકમની યાદીમાં જણાવાયું છે. (૨૨.૨૮)

(4:11 pm IST)