Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

કેન્‍દ્રીય નાણા મંત્રીશ્રીને વિસ્‍તૃત રજુઆત

રાજકોટ,તા. ૬ : જેમને ૫૭ વર્ષ પૂરા થઇ ગયા હોય અને જેમની આવક આવક વેચને પાત્ર થતી ન હોય તેમને આઇટી રીટર્ન ભરવામાંથી મુકિત આપવા, ઇન્‍કમટેક્ષ વિભાગ નિઃશુલ્‍ક આઇટી રીટર્ન ભરી આપવાની વ્‍યવસ્‍થા કરે, જેમણે આવકવેરો ભર્યો છે તેમને તેમના પરિવારજનોને દેશની સારામાં સારી હોસ્‍પિટલોમાં અત્‍યંત ઓછા દરે ઉતમ સારવાર મળે, તેઓના નોકરી વિહોણા સંતાનોને અગ્રતાને ધોરણે સરકારી નોકરી આપવા, તેમને વિશેષ માન, સન્‍માન મળે તે જોવા, તેમને સરકારી ગેસ્‍ટ હાઉસમાં સરકારી દરે રહેવા, જમવાની વ્‍યવસ્‍થા મળે તે જોવા, તેમના સંતાનોને નજીવી ફીમાં અભ્‍યાસ કરવા મળે તે માટે પગલા ભરવા, આઇટી રીટર્ન ખૂબ જ સરળ, હળવુ, ટુંકુ, ઓછુ ભણેલ જાતે ભરી શકે તેવું કરવા, હાલ આઇટી રીટર્ન બીજા પાસે મોટા ભાગે બધા જ ભરાવે છે. માટે ભૂલો બદલ, માફ કરવા, વિગતો દર્શાવવાની રહી જાયતો ક્ષમા કરવા, આઇટી રીટર્ન  દર વર્ષે ડીસેમ્‍બર સુધીમાં ભરવાની છૂટ આપવા યુવા અગ્રણી એચ.આર. મકવાણાએ કેન્‍દ્રીય નાણા મંત્રીશ્રીને પત્ર લખી સજેસનો વિનંતી કરી છે.

 

(12:26 pm IST)