Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

સર્વેશ્વર ચોકમાં કોંગ્રેસ દ્વારા બેરોજગારી હટાવો અભિયાન સરકારની નિષ્ફળતાનો વિરોધ : શહેર પ્રમુખ અશોક ડાંગર ,મહેશ રાજપૂત ,પ્રદીપભાઈ ત્રિવેદી,ગાયત્રી બા વાઘેલા સહીત 40 કાર્યકરોની અટકાયત

'રોજગાર દિવસ 'ઉજવીને ગેરમાર્ગે દોરવા સરકારના તાયફા :: ચાર વર્ષમાં બેકારીથી 1095 આત્મહત્યા : કુલ બેરોજગારી માંથી શિક્ષિત બેરોજગારીનું પ્રમાણ ૯૫.૦૧% :આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ ના નામ પર યુવાનોનું શોષણ

રાજકોટ :ગુજરાતની ભાજપ સરકાર ૬ ઓગસ્ટ ના દિવસે “રોજગાર દિવસ” ઉજવીને ગુજરાતના યુવાનોને  ગેરમાર્ગે દોરવા તાયફાઓ કરી રહી છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાની સૂચના અનુસાર રાજકોટ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા “બેરોજગારી હટાવો અભિયાન” કાર્યક્રમનું આયોજન કરી રોજગાર ક્ષેત્રે સરકારની નિષ્ફળતાઓનો વિરોધ રાજકોટ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂતની આગેવાનીમાં  દર્શાવવામાં આવ્યો.

   બેરોજગાર  યુવાનોને રોજગાર આપવામાં દેશમાં ગુજરાત અવ્વલ છે તેવું રાજય ની ભાજપ સરકાર દ્વારા દાવા કરવામાં આવે છે. પરંતુ ભાજપ સરકારની નીતિઓને કારણે શિક્ષણ મોંઘુ થયું, મોંઘુ શિક્ષણ લીધા પછી યુવાનો ને રોજગાર નથી મળતો,  આજે ગુજરાત માં ૪૦ લાખ કરતા પણ વધારે બેરોજગાર યુવા છે કે જેઓ સરકારી નોકરી માટે અરજી કરે અને લાખોની સંખ્યામાં અરજી ઓ આવે તેની પરીક્ષાઓની સમયસર તારીખો નક્કી ના થાય, પરીક્ષા લેવાય પણ તેમાં મોટા પ્રમાણમાં કોભાંડો થાય, પરીક્ષા લેવાય તો તેના વર્ષો સુધી પરિણામો જાહેર ના થાય, અને જે પણ ભરતી કરવામાં આવે તે આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ ના નામ પર યુવાનોનું શોષણ કરવામાં આવી રહ્યું છે ત્યારે ગુજરાત ના યુવાનનો અધિકાર છે રોજગાર મેળવવાનો. ત્યારે રાજ્ય સરકારના મોટા પ્રમાણમાં સરકારી ભરતી કરવાના દાવા પોકળ સાબિત થાય છે. સરકાર રોજગાર આપવામાં સદંતર નિષ્ફળ નીવડેલ છે ત્યારે આજ રોજ રાજકોટ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા “બેરોજગારી હટાવો અભિયાન” કાર્યક્રમ દ્વારા સરકારની નિષ્ફળતાઓનો વિરોધ સર્વેશ્વર ચોક ખાતે  દર્શાવવામાં આવ્યો હતો

 ગુજરાતમાં વર્ષ ૨૦૧૬ થી ૨૦૧૯ સુધીના ૪ વર્ષના સમયગાળા દરમ્યાન બેકારી થી ૧૦૯૫ એ આત્મહત્યા કરેલ છે તેમ અશોકભાઈ ડાંગર પ્રમુખ શહેર કોંગ્રેસએ જણાવ્યું હતું જયારે ૨ વર્ષમાં માત્ર ૧૭૭૭ બેરોજગાર યુવાનો ને સરકારી નોકરી આપવામાં આવી- પ્રદીપભાઈ ત્રિવેદી કાર્યકારી પ્રમુખ શહેર કોંગ્રેસએ કહ્યું હતું 

 રાજ્યમાં  કુલ બેરોજગારી માંથી શિક્ષિત બેરોજગારીનું પ્રમાણ ૯૫.૦૧% છે જયારે ૪.૯૯ % લોકો અર્ધ શિક્ષિત બેરોજગાર છે. તેમ કહી મહેશભાઈ રાજપૂત પૂર્વ પ્રમુખ શહેર કોંગ્રેસએ ભાજપ પર પ્રહાર કર્યા હતા તેમજ  જે પણ ભરતી કરવામાં આવે તે આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ ના નામ પર યુવાનોનું શોષણ કરવામાં આવી રહ્યું છે-ભાનુબેન પ્રવીણભાઈ સોરાણી વિપક્ષી નેતા રાજકોટ મહાનગરપાલિકાએ કહ્યું હતું

કોંગ્રેસ સમિતિ દ્વારા “બેરોજગારી હટાવો અભિયાન” કાર્યક્રમ દ્વારા સરકારની નિષ્ફળતાઓનો વિરોધ સર્વેશ્વર ચોક ખાતે  દર્શાવવામાંઆવતા શહેર પ્રમુખ અશોકભાઈ ડાંગર, પ્રદીપભાઈ ત્રિવેદી મહેશભાઈ રાજપુત ભાનુબેન સોરાણી ગાયત્રીબા વાઘેલા ભાર્ગવ પઢીયાર નરેશભાઈ સાગઠિયા ભરતભાઇ મકવાણા મનીષાબા વાળા મૌલેશભાઈ મકવાણા દિલીપભાઈ આસવાણી મુકેશભાઈ પરમાર કેતન જરીયા ગીરીશભાઈ પટેલ પ્રવીણ ભાઈ મૈયડ આશિષ સિંહ વાઢેર દીપેનભાઈ ભગદેવ પાર્થ બગડા ડો.જીગ્નેશ જોશી ભાવેશભાઈ ખાચરિયા હરદીપ પરમાર ગોપાલ ચાવડા સલીમ ભાઈ કારિયાની હિરલબા રાઠોડ પ્રફુલા બેન ચૌહાણ સરોજબેન રાઠોડ ઠાકરશી ભાઈ ગજેરા પ્રવીણભાઈ સોરાણી મનોજ ગેડિયા હેમંતભાઈ સોઢા  સહિતના 40 કોંગ્રેસના આગેવાનો કાર્યકરો ની પોલોસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી

(7:23 pm IST)