Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

ICSI રાજકોટ ચેપ્ટર દ્વારા સોમનાથમાં સ્ટેટ કોન્ફરન્સ

રાજકોટ ચેપ્ટર ઓફ ડબલ્યુઆઈઆરસી ઓફ આઇ.સી.એસ.આઈ દ્વારા સોમનાથ ખાતે પહેલી ગુજરાત સ્ટેટ કોન્ફોરન્સ નું આયોજન કરવામાં આવેલ, જેમાં મુખ્ય મહેમાન તરીકે રાજકોટના જાણીતા ઉદ્યોગ સાહસિક, રમેશભાઈ ટીલાળા હાજર રહેલ તેમની સાથોસાથ આઇ.સી.એસ.આઈ.ના પ્રેસિડેન્ટ સી.એસ. નાગેન્દ્ર રાવ, કાઉન્સીલ મેમ્બર સી.એસ. બી. નરસીમ્હા, સી.એસ. ચેતન પટેલ, સી.એસ. પવન ચંડક, સી.એસ. રાજેશ તારપરા, રાજકોટ ચેપ્ટર ના ચેરમેન, સી.એસ. હાર્દિક બોરડ તથા ગુજરાત રાજ્યના બરોડા, સુરત તથા અમદાવાદ ચેપ્ટરના ચેરમેનો એ પણ હાજર રહેલ, આ કોન્ફોરન્સમાં સમગ્ર ભારતમાંથી અંદાજીત ૧૨૦ કંપની સેક્રેટરીઓ આવેલ કોરોનાની પરિસ્થિતિ માંથી બહાર આવવા માટે ઉદ્યોગોએ કેવી રીતે બીઝનેસ કરવો, કાયદામાં આવેલ જુદા જુદા ફેરફારો વિશે માહિતી આપેલ. 

(3:21 pm IST)