Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

'સુચારૂ ટ્રાફિક વ્યવસ્થામાં સમાજનું યોગદાન' વિષયે ૮મીએ વકતૃત્વ સ્પર્ધા

આત્મીય ઓડિટોરીયમ હોલ ખાતે યોજનારી આ સ્પર્ધામાં કોલેજના વિદ્યાર્થીઓ ભાગ લેશેઃ ફેસબૂક પર લાઇવ પ્રસારણ

રાજકોટ તા. ૬: રાજ્ય સરકારે સફળતા પુર્વક પાંચ વર્ષ પુરા કર્યા હોઇ તે અંતર્ગત ૧ થી ૯ ઓગષ્ટ સુધી અલગ અલગ કાર્યક્રમો યોજાયા છે. તે અંતર્ગત ૮મીએ આત્મીય ઓડિટોરીયમ હોલ કાલાવડ રોડ આત્મીય કોલેજ ખાતે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું છે.

જન સુખાકારી દિવસની ઉજવણી અંતર્ગત ટ્રાફિક સેમિનારનું આયોજન કરાયું છે. સાથે વિવિધ કોલેજના છાત્રો વચ્ચે વકતૃત્વ સ્પર્ધા યોજવામાં આવી છે. જેમાં 'સુધારૂ ટ્રાફિક વ્યવસ્થા (સંચાલન)માં સમાજનું યોગદાન (ભુમિકા)' એ વિષય પર કોલેજના છાત્રો વકતત્વ આપશે. જેનું ફેસબૂક પર લાઇ પ્રસારણ થશે અને વિજેતા થનારા છાત્રોને ઇનામ આપી સન્માનીત કરવામાં આવશે. આ વકતૃત્વ સ્પર્ધાનો સમય સવારે ૧૦:૩૦ થી ૦૧:૦૦ સુધીનો રહેશે.

ઓડિટોરીયમામાં આવનાર તમામે માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણાના માર્ગદર્શન હેઠળ એસીપી ટ્રાફિક વી.આર. મલ્હોત્રા આ કાર્યક્રમ માટે જહેમત ઉઠાવી રહ્યા છે. 

(3:20 pm IST)