Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

લાભુભાઇ ત્રિવેદી ઉપવનમાં વૃક્ષારોપણ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં આવેલ લાભુભાઇ ત્રિવેદી ઉપવન ખાતે પક્ષીઓ માટે ફળાઉ કહી શકાય તેવા રાવણા, રાયણ, દાડમ, જામફળ, ઉમરો સહીતના વૃક્ષોનું તાજેતરમાં વાવેતર કરાયુ હતુ. આ પ્રસંગે વાઇસ ચાન્સેલર ડો. નીતિનભાઇ પેથાણી, મેનેજીંગ ટ્રસ્ટી મનસુખભાઇ જોષી, ટ્રસ્ટી ડો. અલ્પનાબેન ત્રિવેદી, સમાજશાસ્ત્ર ભવનના અધ્યક્ષ ડો. જયશ્રીબેન નાયક, આચાર્ય ડો. યજ્ઞેશભાઇ જોષી, આચાર્યશ્રી ડો. પ્રિતિબેન ગણાત્રા, આચાર્યશ્રી ડો. સ્મીતાબેન ઝાલા, ડો. અજીતાબેન જાની, પ્રાથમિક - માધ્યમિક વિવિધ ભગીની સંસ્થાઓના આચાર્યશ્રીઓ તેમજ એનસીસી કેડેટ, એન.એસ.એસ., સ્વયંસેવકો, સ્કાઉટ ગાઇડ ભાઇ બહેનો અને સ્ટાફ પરિવાર ઉપસ્થિત રહેલ. ઉલ્લેખનીય છે કે લાભુભાઇ ત્રિવેદી એન્જીનીયરીંગ કોલેજના એન.એસ.એસ.ના ૫૦ સ્વયંસેવકો દ્વારા કણકોટના સ્મશાનને દત્તક લઇ ૧૫૧ જેટલા છાયો આપતા વૃક્ષો રોપવામાં આવ્યા છે. આ ઉપયોગી કાર્ય બદલ તમામ સ્વયંસેવકોને મોમેન્ટો આપી પ્રોત્સાહીત કરાયા હતા. મેનેજીંગ ટ્રસ્ટી મનસુખભાઇ જોષી, ટ્રસ્ટી ડો. અલ્પનાબેન ત્રિવેદી, પ્રિન્સીપાલ ડો. ભરતભાઇ રામાણી તેમજ સમગ્ર સ્ટાફ પરીવારે અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભરતસિંહ પરમાર અને હશિતભાઇ મહેતાએ કર્યુ હતુ. 

(3:20 pm IST)