Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

''ટયુશન ફી'' ના નામે શાળાઓએ વસુલેલી વધારાની ફી પરત અપાવોઃ હાઇકોર્ટમાં પીઆઇએલ

ર૬મીએ વધુ સુનાવણીઃ રાજય સરકારને નોટીસ પાઠવીને જવાબ રજુ કરવા આદેશ

રાજકોટ તા. ૬ : કોરોના કાળમાં શાળાઓ દ્વારા ''ટયુશન ફી''ના નામે લેવાતી ફીની વ્યાખ્યા નકકી કરવાની માંગ સાથે સુરત વાલી મંડળ દ્વારા હાઇકોર્ટમાં પીઆઇ એલ કરતા રાજય સરકારને નોટીસફટકારી છે.

શાળા માટેની ટયુશન ફીની વ્યાખ્યા નકકી કરવાની માંગ સાથે હાઇકોર્ટમાં સુરતના વાલી મંડળે જાહેરહિતની અરજી કરી છે. ગુરૂવારે સુનાવણી બાદ, હાઇકોર્ટે રાજય સરકાર, ફી રેગ્યુલેશન કમીટી (એફઆરસી) અને અન્ય પક્ષકારોને નોટીસ પાઠવી છે. કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે. અરજદારના વકીલની રજુઆત હતી કે, 'ગત વર્ષે હાઇકોર્ટે આપેલા ચુકાદા બાદ રાજય સરકારે ગત વર્ષે ઠરાવ બહાર પાડયો હતો કે, શાળાઓએ ટયુશન ફીમાં રપ ટકા રાહત આપીને વાલીઓ પાસેથી ટુશન ફી પેટે ૭પ ટકા જ લેવા, જોકે, શાળાઓએફઆરસીએર૦૧૯-ર૦ માં નકકી કરેલી કુલ ફીના ૭પ ટકા વાલીઓ પાસેથી વસૂલે છે.' (દા. ત. કુલ ફી રૂ. ૧,૦૦૦ હોય, જેમાં ટયુશન ફી રૂ. ર૦૦ હોય. તો હાઇકોર્ટના આદેશ અને સરકારના ઠરાવ મુજબ શાળાઓએ વાલીઓ પાસેથી ટયુશન ફી માં રપ ટકા રાહત આપીને રૂ. ૧પ૦ લેવાના થાય. જો કે, શાળાઓ તેના બદલે કુલ ફીમાં રપ ટકા રાહત આપીને વાલીઓ પાસેથી રૂ. ૭પ૦ વસુલે છે. એફઆરસીએ નકકી કરેલી ફીમાં અલગ અલગ મથાળા હેઠળ ફી લેવાય છે, જેમાં એક મથાળું ટયુશન ફીનું પણ છે. મતલબ કે, મનાઇ હોવા છતાં, ખાનગી શાળાઓ અલગ અલગ મથાળા હેઠળ વધુ ફી વસૂલે છે. અરજદારની માગ છે કે, શાળાઓએ વસૂલેલી વધારાની ફી પરત અપાવો અથવા તેને એડજસ્ટ કરો.

સુરત વાલી મંડળ તરફથી હાઇકોર્ટમાં એડવોકેટ આકાશ પંડયા રોકાયા હતાં. આ કેસની તા. ર૩ ઓગસ્ટે વધુ સુનાવણી હાથ ધરાશે. અને રાજય સરકારને જવાબ રજૂ કરવા હાઇકોર્ટ દ્વારા આદેશ અપાયો છે. 

(3:15 pm IST)